For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : રંગીલું રાજકોટ ખરેખર બન્યું રોશનીથી રંગીલું, મોદીના સ્વાગતમાં!

રાજકોટમાં આજે પીએમ નરેન્દ્ર મોદી કરશે 9 કિમી લાંબો રોડ શો. તે પહેલા રાજકોટના રસ્તાને કેમ શણગારવામાં આવ્યા છે. તેની તસવીરો જુઓ અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂન, ગુરુવારથી ગુજરાતની બે દિવસની મુલાકાત પર છે. જેમાં તે આજે રાજકોટની મુલાકાત લેશે. રાજકોટવાસીઓની પાણી સમસ્યાને દૂર કરવા માટે પીએમ મોદી આજીડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું લોકાર્પણ કરશે. સાથે જ ન્યારી ડેમની ઊંચાઇ વધારાનું પણ લોકર્પણ કરશે. સાથે પીએમ રાજકોટ ખાતે 9 કિમી લાંબા રોડ શોમાં પણ ભાગ લેશે. ત્યારે પીએમના આ રોડ શો પહેલા રાજકોટ રંગબેરંગી લાઇટથી અદ્ધભૂત રીતે સજાવવામાં આવ્યું છે. અને રાજકોટ વાસીઓ ખુદ રાજકોટની આવી ચમક જોઇને અંજાઇ ચૂક્યા છે. વધુમાં લાઇટનીંગના કારણે રાતે રાજકોટનો નજારો ખરેખરમાં રંગીલા રાજકોટની વ્યાખ્યાને ચરિતાર્થ કરે છે. ત્યારે નીચેની તસવીરોમાં જુઓ સુંદર રાજકોટનો અદ્ધભૂત નજારો....

રંગીલુ રાજકોટ

રંગીલુ રાજકોટ

રાજકોટ ખાતે ગુરુવારે સાંજે સાત વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 કિમી લાંબો રોડ શો યોજશે. રોડ શો પહેલા રાજકોટના આ 9 કિમીના વિસ્તારને સુંદર લાઇટનિંગ અને રોશનીથી સજાવવામાં આવ્યો છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરમાં આ સમગ્ર રસ્તો આટલો સુંદર લાગે છે.

રાજકોટ

રાજકોટ

આ માટે શહેરના ચાર રસ્તા અને રોડ શોની આસપાસના વિસ્તાર પર અનેક સુંદર કલાકૃતિ અને કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓને રજૂ કરતી કલાકૃતિને મૂકવામાં આવી છે. અને સમગ્ર રસ્તાને સજાવવામાં આવ્યો છે.

રાજકોટ

રાજકોટ

રાજકોટને જે રીતે પીએમ મોદીના રોડ શો માટે સજાવવામાં આવ્યો છે તે જોતા રાજકોટવાસીઓ પણ અચરજમાં મૂકાયા છે. તે પણ રંગીલા રાજકોટની આટલી અદ્ધભૂત સજાવટ અને રોશની જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા છે.

પીએમ મોદીનો રોડ શો

પીએમ મોદીનો રોડ શો

ઉલ્લેખનીય છે કે પીએમના આ રોડ શોમાં પીએમ મોદી સમતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે. થોડા સમય પહેલા સુરતમાં પણ મોદીએ આજ રીતે રોડ શોક કર્યો હતો. અને એક રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આજી ડેમ

આજી ડેમ

પીએમ મોદી અહીં રાજકોટ ખાતે આજી ડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું લોકાર્પણ કરશે. જેનાથી રાજકોટમાં જે પાણીની સમસ્યા છે તે ઓછી થશે તેમ માનવામાં આવે છે. આ માટે આજી ડેમ ખાતે પણ ખાસ લાઇટનીંગ કરવામાં આવ્યું છે. અને સાથે જ ન્યારી ડેમની ઊંચાઇ પણ વધારવામાં આવી છે.

પીએમ મોદી

પીએમ મોદી

સાથે જ પીએમ મોદી રાજકોટ ખાતે દિવ્યાંગોને સાધન સામગ્રીનું વિતરણ પણ કરશે. અને મુક બધિર બાળકો દ્વારા રાષ્ટ્રગાનનું જે અનોખી રીતે રજૂવાત કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે તેના પણ સાક્ષી બનશે.

પીએમ મોદીનો રોડ શો

ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીના 9 કિમી લાંબા રોડ શોને રજૂ કરતો એક વીડિયો પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. જેમાં સમગ્ર રોડ શો અંગે જાણકારી આપવામાં આવી છે. જુઓ આ વીડિયો અહીં...

English summary
See here all the colorful photos of Rajkot lightning at the time of PM Modi's visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X