For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમના કાર્યક્રમની વિગતો જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના મુલાકાતે છે. સવારે 10 વાગ્યે પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તે ડીસા જવા ઉપડશે. જ્યાં તે બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ મોદીનો આ કાર્યક્રમ શરૂ થશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે તે ત્રણસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. વધુમાં મોદી ડીસામાં 12 વાગ્યાની આસપાસ એક જનસભાને પણ સંબોધશે.

modi

જે બાદ તે ત્યાંથી ગાંધીનગર જવા રવાના થશે. બપોરે 2 વાગ્યા બાદ પીએમ મોદી ભાજપના પ્રદેશ કાર્યલય કમલમ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં પ્રદેશના તમામ પ્રદેશ અને જિલ્લા પ્રમુખ સમેત ધારાસભ્યા, કાર્યકર્તાઓ અને ટોચના નેતાઓ હાજર રહેશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી નેતાઓ સાથે 2017ની ચૂંટણી અને ભાજપ સરકારની યોજનાઓ અંગે ચર્ચા કરશે.

ત્યારે ડીસામાં વડાપ્રધાનની જનસભા માટે ખાસ વિશાળકાળ ડૉમ બનાવવામાં આવ્યો છે. અને મોદીના વિશાળ કટ આઉટ પણ લગાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાનની સુરક્ષાને લઇને પણ યોગ્ય સુવિધા કરવામાં આવી છે. ત્યારે નોટબંધી બાદ ગુજરાત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

English summary
PM Narendra Modi to launch Banas Dairy cheese plant in Banaskantha. Read here PM Modi's programme details for 10th December 2016.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X