For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં મોદીના સૂટની બોલી 1.21 કરોડ સુધી પહોંચી

|
Google Oneindia Gujarati News

સુરત, 18 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની આજે સુરત ખાતે હરાજી કરવામાં આવી. મોદીના સૂટની કિંમત લાખોની હતી જે હરાજીમાં કરોડો સુધી પહોંચી ગઇ છે. આ મોદીનો એ જ સૂટ છે જે તેમણે હૈદરાબાદ હાઉસમાં અમેરિકાના વડાપ્રધાન બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન પહેર્યો હતો. ત્યારથી જ મોદી અને તેમનો આ લાખોનો સૂટ વિવાદનો મુદ્દો બન્યો હતો.

modi suit
વડાપ્રધાન મોદીએ ભેટમાં આવેલા આ સૂટની અન્ય ભેટસોગાદો સાથે હરાજી કરવાની જાહેરાત કરી અને તેના રૂપિયા ગંગા સફાઇમાં લગાવવાની જાહેરાત કરી. જોકે રસપ્રસ વળાંક ત્યારે આવ્યો જ્યારે રમેશ વીરાણી નામના એક વ્યાપારીએ ખુલાસો કર્યો કે તેમણે આ સૂટ મોદીને ભેંટમાં આપ્યો હતો. અને તેમણે તેમને વિનંતિ કરી હતી કે તેઓ એકવાર તો આ સૂટને ચોક્કસ પહેરે.

સુરતમાં બોલી લાગવાનો દોર ચાલુ છે અને આંકડો વધતો જઇ રહ્યો છે. બોલી 1 કરોડ 21 લાખ સુધી પહોંચી ચૂંકી છે. આ નીલામી માટે એક રજિસ્ટરનો ઉપયોગ થઇ રહ્યો છે. સુરતમાં શરૂ થયેલી મોદીના સૂટની આ નીલામી શુક્રવારની સાંજ સુધી જારી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સૂટની કિંમત 9થી 10 લાખ આંકવામાં આવી રહી હતી તેની બોલી કરોડોમાં લગાવવામાં આવી રહી છે.

25 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદીએ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન આ સૂટ પહેર્યો હતો, ત્યારે તે ભારતથી લઇને છેક લંડન સુધી ચર્ચમાં આવી ગયો હતો. સૂટની કિંમતથી લઇને તેને ભેંટ આપનાર સુધી તમામ આકલનો લગાવવામાં આવ્યા. સૂટ ઉપર ઝીણા સોનેરી અક્ષરોમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી લખેલું હતું.

હાલમાં આ સૂટ સુરતમાં હરાજી માટે કાચની પેટીમાં મોદીના પૂતળા પર સજ્જ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સુરતના બે વેપારીઓએ તેની બોલી લગાવી છે. કોઇએ પચાચ લાખની બોલી લગાવી તો કોઇએ કરોડની અત્યારે સૂટની બોલી 1.21 કરોડ સુધી પહોંચી છે.

English summary
PM Modi's suit auction price reached at 1.21 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X