For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi : આપણે સાથે ચાલીશું તો સાથે વિકાસ કરીશું!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી સભામાં શું કહ્યું વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી સામાન્ય સભાને સંબોધી. ઉલ્લેખનીય છે કે ભારત સાથે આ સભામાં આફ્રિકાના 54 દેશોના પ્રતિનિધિએ ભાગ લીધો હતો. 22મેથી 26 સુધી ચાલનાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોને સુધારી આર્થિક રીતે બન્ને દેશોને ફાયદો કરાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના બીજા દિવસની મુલાકાતની શરૂઆત આ સભામાં હાજરી આપીને કર્યા હતા.

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આ સંબોધનમાં ભારત અને આફ્રિકાના સંબંધો અંગે બોલતા જણાવ્યું કે ભારત અને આફ્રિકાનો એકબીજા સાથે બહુ જૂનો સંબંધ છે. આ સામાન્ય સભાના આયોજનથી ભારત અને આફ્રિકાના વેપારી સંબંધો મજબૂત થશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારતની પોલીસીમાં આફ્રિકા સૌથી પહેલા છે. અને ભારતનો આફ્રિકન દેશો સાથે ભાગીદારીથી વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત અને આફ્રિકા વેપાર અને શિક્ષણની રીતે એક બીજા સાથે જોડાયેલું છે.

modi

આફ્રિકામાં ગુજરાતી પ્રજા વેપાર કરે છે તો આફ્રિકામાં અને હિન્દી શબ્દો પણ બોલાય છે. માટે જ ઇન્ડિયા-આફ્રિકા કોરિડોર પર અમારું ફોકસ છે. તેમણે એમ પણ જણાવ્યું કે આવનારા દિવસોમાં ભારત આફ્રિકાને બેકિંગ ક્ષેત્રે પણ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે જ ઇન્ડો આફ્રિકા પાર્ટનર્સ ઇન ગ્રોથ નામના પ્રદર્શનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન થયું હતું.

English summary
PM Narendra Modi inaugurated African Bank Meet at Mahatma Mandir. Read more about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X