For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન મોદીનો વિવાદીત સૂટ 43100000 રૂપિયામાં વેચાયો

|
Google Oneindia Gujarati News

સુરત, 20 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવાદિત સૂટની સાચી કિંમતનો તો ખુલાસો નથી થઇ શક્યો. પરંતુ મોદીના સૂટની સુરતના એક પ્રદર્શનીમાં કરવામાં આવેલી હરાજીમાં 4 કરોડ 31 લાખમાં ગુજરાતના લાલજી પટેલે ખરીદ્યો છે. હિતેશ પટેલ હીરાના વ્યાપારી છે.

જ્યારે આ સૂટને 4 કરોડ 31 લાખ રૂપિયામાં ખરીદ્યા બાદ લાલજી ભાઇ પટેલવે જણાવ્યું કે તેમણે આ સૂટને ગંગા સફાઇ અભિયાનમાં સહયોગ કરવા માટે ખરીદ્યો છે. તેમણે જણાવ્યું કે આ સૂટની કોઇ કિંમત નથી. તેમણે જણાવ્યું કે આ મારી ઇચ્છા છે કે વડાપ્રધાન મોદી પોતાના હાથે મને એનાયત કરે.

modi
આ પહેલા મોદીના સૂટની બોલી લગભગ દસ લાખ રૂપિયાથી શરૂ થઇ હતી. આપને જણાવી દઇએ કે મોદીના આ આખા સૂટમાં તેમનું આખુ નામ સોનેરી જીર્ણ અક્ષરોમાં લખેલું છે. નોંધનીય છે કે મોદીના સૂટ સહિત તેમની અન્ય ચીજોની ત્રણ દિવસીય કાર્યક્રમમાં હરાજી માટે રાખવામાં આવી હતી જેનો આજે છેલ્લો દિવસ હતો.

આ પહેલા આજે મોદીના સૂટની બોલી લવજી ભાઇ અને જયંતીભાઇએ 1.81 કરોડ રૂપિયા લગાવી હતી. બે દિવસ પહેલા શરૂ થયેલી મોદીના સૂટની બોલી 25 લાખ રૂપિયાથી શરૂ થઇને આજે બે કરોડ રૂપિયાના પણ આંકડાને પાર કરી ગઇ છે.

નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાને આ સૂટને પહેર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સૂટની કિંમત દસ લાખ રૂપિયાની આસપાસ હતી. જોકે આ વાતની અધિકારિક રીતે ખરાઇ થઇ શકી નથી.

English summary
PM Narendra Modis monogrammed suit goes under the hammer for Rs 4.31 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X