For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનો આજના દિવસનો કાર્યક્રમ જાણો અહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, આજે બીજા દિવસે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નું ઉદ્ધાટન કરશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

8મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અને તેને લગતા કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસને ગુજરાતના પ્રવાસે છે. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે જનસભાનું સંબોધન કર્યું હતું તથા ગાંધીનગર રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત સાથે પાંચ જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને હેલિપેડ ગ્રાઉન્ડમાં ટ્રેજ શોનું ઉદ્ધાટન, ગિફ્ટસિટી ખાતે ઇન્ટરનેશનલ એક્સચેન્જનું ઉદ્ધાટન તથા સાયન્સ સિટીમાં નોબેલ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું.

narendra modi

આજે 10 જાન્યૂઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે તથા રાત્રે 10 વાગ્યે એરફોર્સના વિમાનમાં દિલ્હી જવા રવાના થશે. આજના દિવસની શરૂઆત નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદથી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે માતા હીરબાને મળવા પહોંચ્યા હતા અને ત્યાં તેમની સાથે નાશ્તો પણ કર્યો હતો. ત્યાર બાદ નરેન્દ્ર મોદી માહત્મા મંદિર પહોંચ્યા છે.

આજને વડાપ્રધાનનો કાર્યક્રમ કંઇક નીચે મુજબ છે.

  • સવારે 9.15થી 1.15 ડેલિગેશન્સ સાથે હાઇ લેવલ મીટિંગ
  • 1.30 થી 2.30 મહાત્મા મંદિર ખાતે લંચ
  • 3.30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 8મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન
  • 3.30થી 6 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વેલકમ સ્પીચ આપશે. વાઇબ્રન્ટ સમિટમાં 9 ઉદ્યોગપતિઓ સંબંધોન કરશે.
  • 5.26થી 6 વાગ્યા સુધી પીએમ મોદીનું સંબોધન
  • 6.25થી 8.10 સુધી 50 સીઇઓ સાથે મોદીની બેઠક
  • 8.30થી 9.30 મહાત્મા મંદિરની છત પર ગાલા ડિનર
  • રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતેથી નરેન્દ્ર મોદીની વિદાય
English summary
Narendra Modi is on 2 days Gujarat visit for Vibrant Gujarat Summit 2017. Namrendra Modi will inaugurate Vibrant Gujarat Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X