નોકરી હેડ કોન્સ્ટેબલની પણ ધંધો દારૂની હેરાફેરી, વાહ રે પોલીસ!

Subscribe to Oneindia News

દમણના પોલીસ હેડ કોન્સ્ટેબલની દારૂના કેસમાં સુરત રેંજ આઈ.જીની SITએ કરી ધરપકડ કરાઇ છે. દમણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અનીલ ધરમસિંહ વાઝાની આ કેસમાં ધરપકડ થતા પોલીસની વર્દી પર કલંક લાગ્યો છે. 22 ફેબ્રુઆરીના રોજ નવસારી ગ્રામે પોલીસે ઝડપેલા દારૂનો સપ્લાયર તરીકે કોન્સ્ટેબલ નામ બહાર આવ્યું છે. કારણ કે આ દારૂ કોન્સ્ટેબલની કાર માંથી ઝડપાયો હતો. નોંધનીય છે કે આ કારમાંથી એક લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

police


નોંધનીય છે કે આરોપી હેડ કોન્સ્ટેબલ અનિલ વાજા આ પહેલા પણ ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ પહેલા તેની ધરપકડ ટુરિસ્ટ છેતરપીંડી મામલામાં થઇ હતી. જેમાં તે પહેલા થી જ સસ્પેન્ડ હતો. ત્યારે પોલીસ કર્મીનું નામ બહાર આવતા જ ગુજરાતમાં દારૂબંધીના મામલે પોલીસ અને બુટલેગરોની સાઠંગાઠ ખુલ્લી થઇ છે.

English summary
Police head constable caught for alcohol trafficking. Read more on it.
Please Wait while comments are loading...