For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'SG હાઇવેના દરેક 4 રસ્તે ફ્લાયઓવર,સૌરાષ્ટ્ર સુધી 6 લેન રોડ'

અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરના સોથી લાંબા ઓવરબ્રિજ અને બોપલ હાઇટેક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુરૂવારે અમદાવાદના બોપલમાં એસ.પી રીંગ રોડ પર શહેરના સૌથી લાંબા ઓવર બ્રીજ અને બોપલ પોલીસ સ્ટેશનનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1.4 કિલોમીટર લાંબો આ 6 લેન ઓવરબ્રીજ 94.51 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રીજ લોકો માટે ખુલ્લો મુકાતા આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું ભારણ ઘટી જશે.

નીતિન પટેલ અને આનંદીબહેન પટેલ રહ્યા હાજર

નીતિન પટેલ અને આનંદીબહેન પટેલ રહ્યા હાજર

લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી શંકરભાઇ ચૌધરી, ઔડા ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

છેલ્લા 8 મહિનાથી જોવાતી હતી રાહ

છેલ્લા 8 મહિનાથી જોવાતી હતી રાહ

વર્ષ 2014 માં બ્રીજનું કામ શરૂ થયું હતું અને ગત ફેબ્રુઆરી મહિનામાં ખુલ્લો મુકાવાનો હતો. બોપલ પોલીસ સ્ટેશન પણ 8 મહિનાથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હતું. ગુરૂવારે 6 જુલાઇ, 2017ના રોજ આખરે ઓવરબ્રિજ તથા બોપલના હાઇટેક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત પણ કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત

મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત

આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 700 કરોડના ખર્ચે એસ.જી હાઈવેના દરેક ચાર રસ્તા પર ઓવરબ્રિજ અને સૌરાષ્ટ્ર સુધી 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી. સરખેજ-ગાંધીનગર હાઈવે પર સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જ જાય છે. ગાંધીનગરથી સરખેજ રોજના હજારો વાહનોની અવર-જવર રહે છે. ઓફિસ ટાઈમિંગમાં મોટાભાગના ક્રોસ રોડ પર ભારે ટ્રાફિક થતો હોય છે. જો મુખ્યમંત્રીની જાહેરાતને પગલે દરેક ક્રોસરોડ પર ઓવરબ્રિજ બનશે તો, ટ્રાફિકની આ મોટી સમસ્યા નિવારવામાં ખૂબ મદદ મળી રહેશે.

હાઇટેક પોલીસ સ્ટેશન

હાઇટેક પોલીસ સ્ટેશન

બોપલમાં બનેલ હાઇટેક પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસ કર્મીઓ માટે રેસ્ટ રૂમ વગેરે સુવિધાઓ હશે. સમગ્ર પોલીસ સ્ટેશનને અંદર અને બહારથી સીસીટીવી કેમેરાથી કવર કરાયું છે.

English summary
Ahmedabad: CM Vijay Rupani inaugurated longest flyover bridge of the city and high-tech police station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X