For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદરમાં નવતર પ્રયોગઃ પોલીસ માત્ર 8 કલાક જ કરશે કામ

|
Google Oneindia Gujarati News

(માનસી પટેલ) પોરબંદર જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને માત્ર 8 જ કલાક ફરજ બજાવવાની રહેશે અને અલગ-અલગ 3 શિફ્ટમાં આ પોલીસકર્મીઓ ફરજ બજાવશે. તેમને જણાવ્યું કે પોલીસની ડ્યૂટીમાં સમય સીમા નક્કી ન હોવાથી પોલીસના જવાનો માનસિક તાણનો ભોગ બની રહ્યા છે ત્યારે તેમના માટે શિફ્ટ હોય અને તેમનો તનાવ ઓછા થાય તેવા ઉમદા હેતુ સાથે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

વધુમાં જો આ નવતર પ્રયોગ સફળ રહ્યો તો આખા રાજ્યમાં આ પ્રમાણેનો નિયમ અમલમાં કરવામાં આવશે.જોકે તેની સાથેના કેટલાક નિયમો પણ છે જેમકે કટોકટી વખતે કોઈ શિફટને અનુસરવાને બદલે ખેડ પગે રહેવું પડશે. રાત્રિ પેટ્રોલિંગના પોલીસ કર્મચારીઓ રાત્રે કલાક 24:00 થી કલાક 5:00 સુધી નાઈટ રાઉન્ડમાં ફરજ બજાવશે ત્યારબાદ કલાક 17:00 થી 20:00 સુધી ફરજ બજાવવાની રહેશે જેથી પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓને 8 કલાકની નોકરીનો લાભ મળવા પાત્ર થશે.

gujarat police

કોર્ટ ડ્યુટીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને ફરજનો સમય કલાક 10:10 થી 18:10 સુધીનો રહેશે. અન્ય વહીવટી કામગીરી સંભાળતા તેમજ તપાસને લગતી કામગીરી સંભાળતા પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય કલાક 8:30 થી કલાક 12:30 તથા કલાક 16:00 થી કલાક 20:00 સુધીનો રહેશે.

આ યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવાનું પણ પોલીસ વડાએ જણાવ્યુ હતુ. જો કે આ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને અને સમસ્યા ઉદ્દભવે કે તેમાં કર્મચારીની ફરજની હાજરીની આવશ્યકતા ઉભી થાય તો પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે. આવા સંજોગોમાં જો કોઈ કર્મચારીએ આપેલ સમય મર્યાદામાં હાજર નહીં થાય તો તેની વિરૂદ્ધ શિસ્તભંગના પગલા રૂપે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવશે.

English summary
Gujarat Police new experiment: Porbandar Police do only eight hours jobs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X