For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વસંતના વધામણા વરસાદી ઝાપટા સાથે, જાનૈયાઓ ચિંતામાં!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 22 જાન્યુઆરી: વસંત પંચમી આવી રહી છે, જેના વધામણા કૂદરતે વરસાદી છાંટણા સાથે કરી દીધા. અમદાવાદ સહિત ઠેરઠેર બુધવારે મોડી સાંજે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. બિનમોસમી વરસાદ વરસવાના કારણે લોકોને શિયાળામાં ભેજનો અનુભવ થયો હતો.

દક્ષિણ પાકિસ્તાન તરફ અપર સાઇક્લોનીક લૉ પ્રેસરની સ્થિતિ સર્જાવાના કારણે બુધવારે આખો દિવસ ભેજ અને વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક મોટા શહેરોમાં વરસાદ વરસ્યો હતો, હવામાન વિભાગનું માનીએ તો આવનારા બે દિવસોમાં પણ આવી જ સ્થિતિ બની રહેવાની વકી છે.

હવામાનમાં અચાનક પલટો
બુધવારે સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છથી લઇને દક્ષિણ પાકિસ્તાન તરફ અપર સાઇક્લોનીક લૉ પ્રેસરની સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે હવામાનમાં અચાનક પટલો આવ્યો હતો, અને સમગ્ર વાતાવરણ વાદળછાયું બની ગયું હતું.

rain
ક્યારે ખાબક્યો વરસાદ
બુધવારે સવારથી જ હવામાન ભેજ, ધુમ્મસ અને વાદળછાયું હતું. આખા દિવસ દિવસ દરમિયાન હવામાન ભેજવાળું જ રહ્યું. બપોરે 4 વાગ્યે હળવા છાંટા પડ્યાં હતા, જે મોડી સાંજ સુધી ચાલુ રહ્યા હતા. બાદમાં રાત્રે 9 વાગ્યાથી લઇને 11 વાગ્યા સુધી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

અકસ્માતોના બનાવો પણ બન્યા
અમદાવાદમાં અચાનક ખાબકેલા વરસાદને પગલે ઠેરઠેર વાહનો સ્લીપ થઇ જવાની પણ ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે સારંગપુર ખાતે આઇસરનું અસ્માત થયું હતું.

જાનૈયાઓ ચિંતામા
વસંત પંચમીનું મૂહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના લીધે મોટા ભાગના લોકો આ દિવસે લગ્ન લેવાનું ગોઠવતા હોય છે. પરંતુ કમોસમી વરસાદના પગલે વરપક્ષ અને કન્યાપક્ષ બંનેમાં ચિંતા ઘર કરી ગઇ છે.

ઉત્તર ભારતમાં પણ વરસાદી માહોલ
આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાપ, હરિયાણા સહિતના રાજ્યોમાં ભારે ભેજ અને ધુમ્મસ સાથે વરસાદી માહોલ છે. જ્યારે હિમાલયમાં હિમવર્ષાના પણ સમાચાર છે.

English summary
Rain at midnight in Ahmedabad and other cities. trouble for those people who arranged marriage on vasant panchami(25th January).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X