For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભરઉનાળે કરા સાથે વરસાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rain
ગાંધીનગર, 19 એપ્રિલ: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગર સહિ‌ત રાજ્યના અનેક વિસ્તારોમાં રાજ્યમાં બુધવારે માંડે રાત્રે વાતાવરણ એકાએક પલટાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત સહિત સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના અનેક વિસ્તારમાં અડધા ઇંચથી માંડીને પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અમરેલી, ગોંડલ, ઉત્તર ગુજરાત, તોફાની પવન ફૂંકાતા અનેક ઝાડ પડી ગયા હતા. અમરેલી પંથકમાં ગઇકાલથી પલટાયેલા વાતાવરણ વચ્ચે આજે જાણે અષાઢ માસ ચાલતો હોય તેમ ઠેરઠેર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડકા અને પવન તથા કરા સાથે એક કલાક સુધી માવઠું વરસ્યું હતું. જેને પગલે એક ઇંચ જેટલું પાણી પડી જતાં શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.

અમરેલી યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને પણ ખાસ્સું નુકસાન થયું હતું. સિહોરમાં એક ઇંચ, ઉમરાળામાં અઢી ઇંચ, બીલિયાળામાં ત્રણ ઇંચ, હડમતાળામાં ત્રણ ઇંચ જ્યારે ડીસા, કચ્છ, ગાંધીનગરમાં હળવા છાંટા પડ્યા હતા. ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાત્રે છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સરહદી વિસ્તારે આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિતના વિસ્તારોમાં વંટોળ અને ગાજવીજ સાથે કરા સાથે વરસાદના ઝાપટાં પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પ‌શ્ચિ‌મ ભાગના સરહદી તાલુકાઓમાં ગુરુવારે સાંજે ભર ઉનાળે આંધી અને સુસવાટા મારતાં પવનો સાથે કમોસમી વરસાદી છાંટા વરસતાં ચોમાસુ માહોલ સર્જા‍યો હતો. વાવના માવસરી ગામમાં વરસાદ સાથે કરા પડયા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

ડીસા, ભાભર, ધાનેરા, થરાદ,દિયોદર પંથકમાં પણ સાંજે સાત વાગ્યાના સુમારે આંધી સાથે ભયાનક વાવાઝોડું આવતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વિજળી પણ ગુલ થઇ જતાં અંધારપટ છવાયો હતો. જ્યારે લાખણી, થરાદ પંથકના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદના છાંટા પડયા હતા. ડીસામાં પણ રાત્રે ૯ વાગ્યાના સુમારે હળવા છાંટા પડયા હતા.

English summary
Amreli district got gushes of rain and hail on Thursday evening as westerly winds continued to bring clouds from the Arabian Sea over much of Gujarat, lowering temperatures in almost all regions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X