For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંગણવાડીની બહેનાએ કર્યો CMના ઘરની બહાર દેખાવ તો થઇ અટક

સીએમ વિજય રૂપાણીના રાજકોટ ખાતેના ઘરની સામે આંગણવાડીની બહેનોએ કર્યો વિરોધ. તો પોલીસે કરી તેમની અટક.

|
Google Oneindia Gujarati News

રાજ્યભરના આંગણવાડી વર્કરો છેલ્લા બે દિવસથી પગાર વધારાની તેમની માંગણી સાથે હડતાલ પર છે. ત્યારે હડતાલના ત્રીજા દિવસે આંગણવાડી વર્કરોએ તેમની માંગણી સંતોષવાની માંગને લઇને રાજકોટમાં નિર્મલા રોડ પાસે આવેલ પ્રકાશ સોસાયટી કે જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું ઘર છે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું. ગુલાબી રંગની સાડી પહેરીને આંગળવાડી અને આશા વર્કર્સની 300 જેટલી બહેનોએ વિજય રૂપાણીના ઘરનો ઘેરાવો કરતા. પોલીસે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનોની અટક કરી છે.

vijay rupani

Read also: હલ્લાબોલ: રાજ્યભરના આંગણવાડી બહેનોની હડતાલનો બીજો દિવસRead also: હલ્લાબોલ: રાજ્યભરના આંગણવાડી બહેનોની હડતાલનો બીજો દિવસ

નોંધનીય છે કે લાંબા સમયથી આંગણવાડીની બહેનો તેમની પગાર વધારાની માંગણી કરી રહી છે. તેમને સ્પષ્ટ કર્યું છે 21મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું જે 2017નું બજેટ રજૂ થવાનું છે તેમાં પગાર વધારા તેમની આ માંગ સંતોષાય, નહીં તો તે અમુદ્દતકાળની હડતાળ પર ઉતરશે. ત્યારે હાલ ગુજરાતમાં એક પછી એક વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થઇ ગયો છે. ક્યાંક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક આંગણવાડીની બહેનો, ક્યાંક પાટીદારો પોતાના હકની વાત કરી રહ્યા છે તો ક્યાં ઓબીસી તેમના. જે જોતા એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતના લોકો પોતાના વાતને સરકાર પાસે કેવી રીતે સબળ પણે રજૂ કરવી જે શીખી ગયા છે. જે એક રીતે સારી વાત છે.

English summary
Rajkot : Anganwadi workers protesting against CM Vijay Rupani house. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X