For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં જાહેરમાં ફાયરિંગ, પોલીસ લાચાર

રાજકોટ શહેરમાં કુખ્યાત ગુંડા તેવા મહેશ ગમારા અને બલી ડાંગર ગેંગ પૈકી મહેશ ગમારાએ ધોળા દિવસે બલી ડાંગરની ગેંગના માણસ ઉપર જાહેરમાં ફાયરીંગ કર્યુ હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં જાહેરમાં હિંસાના બનાવો વધી રહ્યા છે જેમાં કુખ્યાત ગેંગ બનાવીને કેટલાક લોકો જાહેરમાં જ કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં કુખ્યાત ગુંડા તેવા મહેશ ગમારા અને બલી ડાંગર ગેંગ પૈકી મહેશ ગમારાએ રાજકોટમાં ધોળા દિવસે બલી ડાંગરની ગેંગના માણસ વિજય નારણ મકવાણા ઉપર જાહેરમાં ફાયરીંગ કર્યુ હતું.

rajkot

મહેશ અને બલિ ડાંગરનાઝઘડા અને ગેંગવોરમાં વિજયને સદામ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને ઘર નજીક ૧૫૦ ફૂટ રીંગ રોડ બીઆરટીએસ શિતલપાર્ક પાસે આવેલા ટી સ્ટોલ પર મળવા બોલાવ્યો હતો. વિજય ઘરેથી પોતાના મિત્ર અંકિત શાહની સાથે ટી સ્ટોલ પર સદામને મળવા જવા નીકળ્યો હતો. રીંગ રોડ પર શ્રી પાર્ટી પ્લોટ પાસે પહોંચતા સફેદ કલરની ૮૧૮૯ નંબરની આઈ-૨૦ કાર ધસી આવી હતી. જેમાં ડ્રાઈવરની બાજુની સાઈડમાં બેઠેલા શખ્સે પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યુ હતું.

કાર ફાયરીંગ કરીને નાસી છુટી હતી. ઘટના બાદ અંકિતે, વિજયને નજીકની હોસ્પિટલે લઈને પહોંચ્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો, અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારે ભર દિવસે રાજકોટમાં વકરી રહેલો ગેંગવોર અને ફાયરિંગની ધટના પોલિસની કાર્યવાહી સમક્ષ અનેક સવાલ ઊભા કરે છે.

English summary
Rajkot become hub of gang war and crime. People witness open firing on the roads and police is helpless.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X