For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના દુલ્હાને નાગપુરની દુલ્હને દીધો દગો, દહેજના 40000 પણ ગુમાવ્યા

|
Google Oneindia Gujarati News

નાગપુર, 30 જૂન : સામાન્ય રીતે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' કહેવાય છે. પરંતુ રાજકોટના એક લગ્નોત્સુક માટે આ કહેવત ખોટી ઠરી છે. કારણ કે લગ્નના મામલામાં તેઓ લગ્ન કરતા પહેલા જ ઠગાઇ ગયા છે. તેમની માટે 'દુલ્હનિયા પૈસા લે ગઇ'ની સ્થિતિ આવી ગઇ છે. આ સંદર્ભમાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાસ્તવમાં રાજકોટમાં રહેતા 37 વર્ષના ગિરિશભાઇ ઝાફડાને લગ્ન કરવા છે પણ કોઇ દુલ્હનિયા મળતી નથી. આથી તેમણે રાજકોટની બહાર ગુજરાત અને ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં નજર દોડાવી હતી. તેમને દુલ્હનિયા મળી ખરી પરંતુ લગ્ન પહેલા જ દુલ્હનિયા ભાગી ગઇ અને સાથે દહેજના રૂપિયા 40,000થી પણ ગિરિશભાઇએ હાથ ધોવો પડ્યો.

શું બનાવ બન્યો?

શું બનાવ બન્યો?

જાફડાએ આ અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ઝાફડા રાજકોટની એક ખાનગી પેઢીમાં નોકરી કરે છે. તેમણે નાગપુરમાં રહેતા ગીતાબાઇનો સંપર્ક કરી પોતાને માટે છોકરી એટલે કે દુલ્હન શોધવા જણાવ્યું હતું. આ સંપર્કના જવાબમાં ગીતાબાઇએ પોતાની દીકરી છાયા માટે પણ વરરાજા શોધતા હોવાની વાત કરી હતી. આ કારણે ગીતાબાઇએ છાયાને જોવા માટે ગિરિશભાઇને નાગપુર બોલાવ્યા હતા.

દુલ્હા-દુલ્હન રાજી

દુલ્હા-દુલ્હન રાજી

આ વાતથી ખુશ થઇને ગિરિશભાઇ ઝાફડા પોતાના માતાને લઇને નાગપુર પહોંચ્યા હતા અને હોટલ ગાંધીબાગમાં રોકાયા હતા. તેઓ ગીતાબાઇની પુત્રી છાયાને મળ્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. જો કે બીજી તરફ છોકરી છાયાની માતા ગીતાબાઇએ લગ્ન માટે રૂપિયા 40,000ના દહેજની માંગણી કરી હતી. લગ્નોત્સુક ગિરિશભાઇએ આ માંગણી સ્વીકારી લીધી અને ગયા શુક્રવાર એટલે કે 27 જૂને છાયાને ગુજરાત લાવવા માટેનું આયોજન પણ ગોઠવી દીધું.

ફિલ્મી સ્ટોરી

ફિલ્મી સ્ટોરી

આ માટે છાયા માનસ સ્ક્વેર પાસે આવેલી ટ્રાવેલ ઓફિસ પાસે બબલુ નામની વ્યક્તિ સાથે પહોંચી પણ ગઇ. બસમાં ચઢતા પહેલા છાયાએ ઝાફડાને રૂપિયા 40,000 બબલુને આપી દેવા જણાવ્યું. ઝાફડા બબલુને રૂપિયા આપવામાં વ્યસ્ત હતા તે સમયે છાયા નાસી ગઇ અને છાયાને શોધવામાં વ્યસ્ત થતાં જ બબલુ પણ પૈસા લઇને નાસી છુટ્યો.

દિલ ટૂટ ગયા

દિલ ટૂટ ગયા

ત્યાર બાદ ચિંતિત ઝાફડાએ ગીતાબાઇનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો. જો કે તેમનો નંબર સંપર્ક બહાર આવ્યો હતો. ત્યાર બાદ ઝાફડાએ નાગપુરના સીતાબુલ્દી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ઠગાઇનો કેસ કર્યો છે. જો કે શનિવારે સવારે જ પોલીસે છાયાને પકડી પાડી હતી. જ્યારે બાકીના બે ઠગોને શોધવા તપાસ હાથ ધરી છે.

English summary
Rajkot man duped of Rs 40000 in Nagpur for getting bride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X