For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટઃ 48 ઘાતક હથિયારો સાથે 19 શખ્સો ઝડપાયા

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 28 ઓક્ટોબરઃ રાજકોટ શહેરમાં એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે 48 હથિયારો સાથે 19 શખ્સોની ધરપકડ કરી શહેરમાં થનારી મોટી જૂથ અથડામણને ટાળી હતી. મળતી માહિતી અનુસાર શહેરના આજીડેમ સ્થિત માનસરોવર પાર્ક સોસાયટીની શેરી નંબર 2માં ભરવાડ મહિલા કમુબેન જીવણભાઇ મુંધવાના ઘરે કેટલાક મુસ્લિમ શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે સબબ પોલીસે સોમવારે નવ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ ભરવાડ જૂથ આ તોડફોડનો બદલો લેવા વળતો પ્રહાર કરવાની યોજના બનાવી રહ્યું હતું.

rajkot-arrested
વળતો પ્રહાર કરવાના હોવાની અને માનસરોવર સોસાયટીમાં એક ભરવાડના ઘરે હથિયારો રાખવામાં આવ્યા હોવા અંગેની રાજકોટ એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીની ટૂકડીએ 19 શખ્સોની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી હતી. જેમાં જીવણભાઇનો પુત્ર હરેશ મુંધવા પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે પકડાયો હતો. પોલીસે ઘરની અગાસી પરથી ધારિયા, લાકડી, તલવાર, કૂહાડી, કાચની બોટલ સહિત 48 ઘાતકી હથિયારો જપ્ત કર્યા છે.

જે 19 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, તેમાં રઘુ મુંધવા, મુકેશ તેજા ભરવાડ, અશોક સવજી સુરાણી, મહેશ દેવજી આહિર, શામળા રામશી મોરા, બાબુ બહાદૂર ખાચર, નારણ સાંગા સિંધવ, જગા રામ જોગરાણા, લાખા મશરૂ ગમારા, ચોથા ઘુધા કોળિયા, મીઠા ગોબર સોરાણી, પોપટ નાગજી બોરસીયા, સવા સિંધા રાતડિયા, જગદીશ વલ્લભ થુમર, મુકેશ સોમા ગમારા, લાખા બાબુ વરૂ, રમેશ જીવણ મુંધવા અને કાળા વાસા મુંધવા છે.

English summary
rajkot police Arrested 19 Person With 48 Weapon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X