For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટોન કિલર પકડાયો, જામનગરનો હિતેશ ખૂન કરવા આવતો રાજકોટ

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાય દિવસથી રાજકોટભરમાં ખૂની ખેલ રમનાર સ્ટોન કિલરને આખરે પોલિસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી પોલિસે હિતેશ રામાવત નામના વ્યક્તિને પકડી પાડ્યો છે જેણે જ રાજકોટમાં ત્રણ હત્યાઓને પથ્થર મારીને ખૂની અંજામ આપ્યો હતો. પોલિસે એક ગુપ્ત ઓપરેશન દ્વારા આ આખી ધટનાને અંજામ આપ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ સ્ટોન કિલર હિતેશ ટ્રેન દ્વારા જામનગરથી રાજકોટ આવીને હત્યા કરતો હતો તેવું પોલિસનું અનુમાન છે. મીલમાં મજૂરી કામ કરનાર હિતેશ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રેહમતબેનના ઘરે માસિક 1 હજાર રૂપિયાના ભાડે સાથે રહેતો હતો. ત્યારે આ સ્ટોન કિલર વિષે વધુ જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સવારે મજૂરી રાતે ખૂન

સવારે મજૂરી રાતે ખૂન

જામનગરમાં મીલ મજૂર તરીકે કામ કરતો હિતેશના મકાન માલિક તેવા રેહમતબેનના કહેવા મુજબ હિતેશ આખો દિવસ રૂમમાં ભરાઇ રહેતો અને રાતના જ બહાર નીકળતો હતો.

સમલૈંગિક સંબંધો

સમલૈંગિક સંબંધો

પોલિસના જણાવ્યા મુજબ થનાર હત્યા પરથી પોલિસને હત્યારો સમલૈંગિક સંબંધો ધરાવતો હતો તેવું અનુમાન હતું. અને હિતેશની ધરપકડ બાદ પૂછપરછમાં જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ નાનપણમાં હિતેશ સાથે થયેલ જાતીય સતામણીએ તેને આ રીતનો વિકૃત હત્યારો બનાવ્યો છે તેવું બહાર આવ્યું છે.

એક જ વિસ્તારના લોકોની મોત

એક જ વિસ્તારના લોકોની મોત

વધુમાં સ્ટોન કિલર હિતેશે જે ત્રણ લોકોની હત્યા કરી તે તમામ લોકો એક જ વિસ્તારમાં રહેતા હતા. જે બાદ પોલિસે વિવિધ ટીમ બનાવીને આ તપાસને સધન બનાવી હતી.

હિતેશ એકલો નહીં સાગરીત પણ

હિતેશ એકલો નહીં સાગરીત પણ

પોલિસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યાઓ પાછળ હિતેશ એકલો નહતો. તેના ત્રણ સાગરીતો પણ હતા જે સમલૈંગિક સંબંધ અને લૂંટ માટે આી હત્યાઓને અંજામ આપતા હતા.

કુકર્મોનો બદલો ભગવાન આપશે

કુકર્મોનો બદલો ભગવાન આપશે

હિતેશ રામાવતના મોટા ભાઇ જયેશ રમાવતે કહ્યું કે હિતેષ નાનપણમાં જાતીય અત્યાચારનો ભોગ બન્યો હોવાથી વિકૃત થઈ ગયો હતો અને તેને અમે ઘરમાંથી કાઢી મૂક્યા હતો. જે બાદ તે રીઢો બની ગયો હતો. હિતેશના મોટાભાઈ જયેશે રામાવતે દુખ અને પીડા સાથે જણાવ્યું હતું કે અમારો ભાઈ આવા કાળા કામ કરશે તેવી અમને ખબર જ નહોતી અને અમારા માટે તો તે મરી જ ચૂક્યો છે. તેને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ તે ક્યારેક ક્યારેક ઘરમાં આવતો હતો પરુંત અમારા ઘરના લોકો તથા બાળકો તેનાથી ડરતા હતા. તે મારા ઘરડા પિતા પર પણ હાથ ઉપાડતો હતો. મારા પિતાજીનું અવસાન પાંચ છ વર્ષ પહેલા થયું હતું . હિતેષના કુર્કમોનો બદલો એને ભગવાન જ આપશે.

English summary
Rajkot Stone Killer arrested by police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X