રાજુલાની મહિલા તલાટી પાસેથી મળી 2.5 કરોડની મિલકત

જૂનાગઢના રાજુલા તાલુકાના કોટડી ગામની મહિલા તલાટી કમ મંત્રી પાસેથી 2.5 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે.

Subscribe to Oneindia News

જૂનાગઢના રાજુલા તાલુકાના કોટડી ગામની મહિલા તલાટી કમ મંત્રી પાસેથી 2.5 કરોડની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. આ અંગે જૂનાગઢના પીઆઇ ડી.ડી. ચાવડાએ રાજુલા પોલિસ સ્ટેશનમાં અપ્રમાણસરની મિલકત અંગે ગુનો નોંધાવ્યો છે.

talati

સ્મિતાબેન વૃજલાલ જાની નામની આ મહિલા તલાટી કમ મંત્રી મૂળ લાઠીના વતની છે. થોડા સમય અગાઉ પણ જુલાઇ માસમાં 7 હજાર રુપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારબાદ જૂનાગઢ એસીબીએ તપાસ શરુ કરી હતી. આ તપાસ દરમિયાન તેમની પાસેથી સ્થાવર-જંગમ મિલકત મળી આવી હતી. આ મહિલા સામે વર્ષ 2007 માં પણ બિનહિસાબી મિલકત અંગે અરજી કરાઇ હતી. ત્યારથી જ તે એસીબીની નજરમાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હિંડોરણા ચોકડી પાસે કરોડોની જમીન અને હોટલ આ મહિલા તલાટીના નામે છે. હાલના બજાર ભાવ મુજબ આ જમીન 4 થી 5 કરોડ રુપિયાની છે.

English summary
rajula, junagadh woman revenue officer arrested for 2.5 crore property
Please Wait while comments are loading...