For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCP અને JDU નક્કી કરશે ભાજપ અને કોંગ્રેસનું ભાવિ

ગુજરાત રાજ્યસભાનું પરિણામ હવે એનસીપી અને જેડીયુના ધારાસભ્યોના વોટ પર આધાર રાખે છે. આ બન્નેના વોટ અહમદ પટેલ કે બળવંત સિંહ રાજપૂતને જીતાવી કે હરાવી પણ શકે છે. જાણો ચૂંટણીનું આંકડાઓનું ગણિત અહીં.

|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે નાનો માણસ પણ ક્યારે બહુ કામમાં આવી જાય છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં પણ હાલ તેવી જ સ્થિતિ ઊભી થઇ છે. રાજ્યસભાનું ચૂંટણીમાં મતદાન તો થઇ ગયું અને 6 વાગ્યા પહેલા તેનું પરિણામ પણ આવી જશે પણ આ ચૂંટણીના જીત અને હારનો નિર્ણય ખાલી એક વોટથી બદલવાની તાકાત હાલ એનસીપી અને જેડીયુના એક એક ધારાસભ્ય પર આધાર રાખે છે. આ બન્ને પક્ષના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. વધુમાં કોંગ્રેસના પણ 8 જેટલા નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની સંભાવના છે. ત્યારે અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ખૂબ જ સરળતાથી આ ચૂંટણી જીતી જશે.

ahmed and balvant sing

પણ કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ અને ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતનું ભવિષ્ય એક વોટ નક્કી કરશે. એક વોટ આ બન્નેમાંથી જે નેતા પાસે ગયો જીત તેની. જીતવા માટે ઉમેદવાર પાસે 44 વોટ હોવા જરૂરી છે. ભાજપના 121 ધારાસભ્યો છે જેમાંથી અમિત શાહને 46 અને સ્મૃતિ ઇરાનીને 45 વોટ મળે તો બલવંત સિંહ પાસે 30 વોટ બચે. વધુના 12 વોટ ક્રોસ વોટિંગના આધારે મળી શકે છે. ત્યારે બળવંતસિંહ 2 મતે હારે કે જીતે તેવી સંભાવનાઓ હાલ પ્રબળ છે. જો કે જે સાંજે 6 વાગ્યા સુધીમાં પરિણામ આવતા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જ જશે.

English summary
Gujarat Rajya sabha election : NCP and JDU vote will decide congress and bjp future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X