For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UK બાદ ગુજરાતમાં પણ સાઇબર અટેક, રેન્સમવેર વાયરસનો હુમલો

ભારત સહીત વિશ્વના 100 દેશો પર સાયબર અટેક થયો હોવાના સમાચાર છે. સોમવારેથી ગુજરાતમાં પણ આની અસર જોવા મળી હતી.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ભારત સહીત વિશ્વના 100 દેશો પર સાયબર અટેક થયો હોવાના સમાચાર છે. સોમવારેથી ગુજરાતમાં પણ આની અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ કોમ્પ્યુટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર વાયરસનો અટેક આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં થયો છે. અમદાવાદ, રાજકોટ, નવસારી અને પોરબંદર જેવા જિલ્લાઓમાં આ વાયરસ એટેક થયો હોવાના સમાચાર છે.

અહીં વાંચો - શું છે રેન્સમ વાયરસ? તેનાથી કઇ રીતે બચશો?અહીં વાંચો - શું છે રેન્સમ વાયરસ? તેનાથી કઇ રીતે બચશો?

અમદાવાદઃ પોલીસ કમિશ્નર ઓફિસના કોમ્પ્યુટર હેક

અમદાવાદઃ પોલીસ કમિશ્નર ઓફિસના કોમ્પ્યુટર હેક

અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાક કોમ્પ્યુટર હેક થયા છે! અમદાવાદના શહેરના પોલીસ સ્ટેશનના કેટલાક કોમ્યુટર જી સ્વાન બંધ હોવા છતાં હેક થયા છે. ઈન્ચાર્જ કમિશનર ઓફિસથી આ અંગે કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કમ્પ્યુટરમાં રેન્સમ વાયરસની અસર થઇ છે. શહેરમાં પોલીસ દ્વારા કોમ્પ્યુટરોમાંથી જી સ્વાન સિસ્ટમ બંધ કરાઇ છે. નાગરિકોને હેલ્પ લાઇન નંબર પર મદદ મેળવવા ડીસીપીએ સૂચન કર્યું છે.

નવસારીના 11 કોમ્પ્યુટર બન્યા શિકાર

નવસારીના 11 કોમ્પ્યુટર બન્યા શિકાર

અમદાવાદ બાદ પોરબંદરમાં પણ રેન્સમવેર વાયરસની અસર જોવા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના કોમ્પ્યુટરમાં આ વાયરસની અસર વર્તાઇ છે. 5થી વધુ કોમ્પ્યુટરમાં વાયરસની અસર જોવા મળી છે. આ અંગે ગાંધીનગર કમિશનર કચેરીને જાણ કરાઈ છે. નવસારી જિલ્લા પોલીસના 11 કોમ્પ્યુટર રેન્સમવેરના શિકાર થયા છે. આ 11 કોમ્પ્યુટરના તમામ ડેટા ગાયબ થઇ ગયા છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના 6 કોમ્પ્યુટર હેક થયા છે.

સાયબર એટેકને કોઇ રોકી શકતું નથી

સાયબર એટેકને કોઇ રોકી શકતું નથી

સાથે જ ચીખલી પોલીસના 3 અને બિલીમોરા પોલીસનું 1 કોમ્પ્યુટર હેક થયું છે, જલાલપોર પોલીસનું પણ એક કોમ્પ્યુટર રેન્સમવેરનું શિકાર બન્યું છે. રાજકોટ સાયબર સેલ ઇન્સ્પેક્ટર એન.એન.ઝાલાએ આ અંગે જણાવ્યું કે, રેન્સમ વાયરસના સાયબર એટેકનું જોખમ તોળાતું હોવાથી લેનના નેટવર્ક સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. સાયબર એટેકને કોઈ રોકી શકતું નથી. લોકોએ યુએસબી ડ્રાઇવથી બેક અપ રાખવું જરૂરી છે.

બોટાદ જિલ્લા કચેરીના કમ્પ્યુટર બંધ

બોટાદ જિલ્લા કચેરીના કમ્પ્યુટર બંધ

રાજકોટ, ગીર સોમનાથ અને મહેસાણામાં સરકારી કચેરીના કેટલાક કોમ્પુટરોને રેન્સમ વાયરસે હેક કર્યા છે. બીજી બાજુ બોટાદ જિલ્લાની તમામ કચેરીના કોમ્પ્યુટર 48 કલાક સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. વાયરસના કારણે ઇ.ગુજકોક અને જી સ્વાનની કામગીરીને અસર થઇ છે.

ફરી શરૂ થઇ જી સ્વાન સાઇટ

ફરી શરૂ થઇ જી સ્વાન સાઇટ

ગુજરાત સરકારના ઓપ્ટીકલ ફાયબર કેબલ તથા ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક મનાતું જી સ્વાન નેટવર્ક પણ હુમલા થવાની બીકે શનિવારના દિવસથી બ્લોક કરવામાં આવ્યું હતું. તેના યુઝર્સને એન્ટી વાયરસ લિંક ડાઉનલોડ કરવાની સુચના આપવામાં આવી છે અને ત્યાર બાદ ફરીથી જી સ્વાનની સાઈટ શરૂ કરવામાં આવી છે.

{promotion-urls}

English summary
Ransomware virus attacks Gujarat. Many cities faces the trouble due to sudden virus attacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X