For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Clean India : વિશ્વ વિક્રમને આંબશે સાબરકાંઠા, 6 લાખથી વધુ લોકો લેશે શપથ!

|
Google Oneindia Gujarati News

હિમ્મતનગર (સાબરકાંઠા), 20 ડિસેમ્બર : સાબરકાંઠા જિલ્લો આગામી 23મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ નવો વિશ્વ રેકૉર્ડ સ્થાપિત કરશે. આ દિવસે જિલ્લાના ૧૮૪૩ કેન્‍દ્રો પરથી ૬ લાખ લોકો સ્‍વચ્‍છતાના શપથ ગ્રહણ કરશે.

સાબરકાંઠા જિલ્‍લામાં આગામી ૨૩ ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ યોજાનાર મહાસફાઈ અભિયાન દેશ અને દુનિયામાં એક અનોખો સ્‍વચ્‍છતા યજ્ઞનો દૃષ્ટાંત બનશે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલ એક પત્રકાર પરીષદમાં કલેક્ટર બંછાનિધિ પાનીએ આ માહિતી આપી હતી.

untitle

તેમણે જણાવ્‍યું હતું કે જિલ્લાકક્ષાનો મહાસફાઇ અભિયાન જિલ્લાના વડામથક હિંમતનગરના ગ્રોમોર વિધા સંકુલ ખાતે સવારે ૮-૦૦ કલાકે યોજાશે. તદુપરાંત અન્‍ય ૧૮૪૩ સ્‍થળ પર એક સાથે ૬ લાખ લોકો સ્‍વચ્‍છતાના શપથ લઈ સાબરકાંઠા જિલ્લાવાસીઓ વિશ્વવિક્રમને આંબશે.

વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્‍યું હતું કે આગામી ૨૩ ડીસેમ્‍બર ૨૦૧૪ના રોજ યોજાનાર સ્‍વચ્‍છતા મહાભિયાનમાં ૧૨૦૨ પ્રાથમિક,૨૨૭ માધ્‍યમિક શાળાઓ, ૩૦ કૉલેજો, ૨૧૮ બૅંકો, ૫૮ જીઆઇડીસી, ૫૮ અન્‍ય કચેરીઓ મળી કુલ ૧૮૪૩ સ્થળ પર લોકો સ્‍વચ્છતા શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના અધિકારીઓને આપવામાં આવેલા દત્તક ગામોમાં સફાઇ અભિયાનમાં સ્‍થાનિક પદાધિકારીઓ પણ જોડાશે.

આ બેઠકમાં ઉપસ્‍થિત જિલ્લા વિકાસ અધિકારી નાગરાજ પણ હાજર હતાં. તેમણે અભિયાનને વધુ વેગવંતો બનાવવા માટે અપીલ કરતા જણાવ્‍યું હતું આ અગાઉ ૧,૨૨,૫૮૬ લોકોએ શપથ લઈ વિશ્વવિક્રમ નોધાવ્‍યો છે, પરંતુ સાબરકાંઠા જિલ્‍લાના ૬ લાખથી વધુ લોકો જોડાઈ નવો વિશ્વ વિક્રમ કીર્તિમાન કરશે તેવી આશા વ્‍યકત કરી હતી. તેમાં જિલ્લા વહિવટી તંત્ર ધ્‍વારા સ્‍વચ્છતા મોબાઇલ ઍપ્‍લિકેશન લૉન્‍ચ થનાર છે.તેનો મહત્તમ લાભ લઇ યથાયોગ્‍ય દાન આપવા પણ વિનંતી કરી હતી.

આ પત્રકાર પરીષદમાં અધિક કલેકટર એસ.ડી.ધાનાણી, ટ્રેઇની કલેકટર મનીષ કુમાર, અગ્રણી દૈનિક ન્યૂઝ ચેનલ તથા અખબારના પ્રતનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.સ્‍વચ્‍છ સાબરકાંઠામાં જોડાનાર જિલ્લાવાસીઓ

સ્‍વચ્‍છ સાબરકાંઠામાં જોડાનાર જિલ્લાવાસીઓ

તાલુકો/શહેર શપથ કેન્‍દ્ર શપથ લેનારની સંખયા વોલીયન્ટર
હિંમતનગર ૪૧૫ ૧૧૪૮૩૫ ૧૩૬૪
ઇડર(શહેરી) ૧૨૦ ૨૧૮૦૨ ૪૨૯
ઇડર (ગ્રામ્‍ય) ૨૫૫ ૧૧૦૦૨૭ ૨૧૨૫
પ્રાંતિજ(શહેરી) ૫૦ ૧૫૬૪૪ ૧૩૦
પ્રાંતિજ (ગ્રામ્‍ય) ૧૬૬ ૫૬૨૯૭ ૧૦૮૩
તલોદ (શહેરી) ૪૪ ૨૫૯૦ ૧૫
તલોદ (ગ્રામ્‍ય) ૧૬૦ ૩૭૯૭૦ ૨૩૮
વડાલી ૧૪૧ ૩૬૨૦૦ ૭૭૫
ખેડબ્રહ્મા ૨૦૮ ૫૯૩૩૫ ૪૪૩
વિજયનગર ૧૭૨ ૨૨૧૭૬ ૫૧૦
પોશીના ૧૧૨ ૩૯૫૦૧ ૨૮૩
કુલ ૧૮૪૩ ૫૧૬૩૭૭ ૭૩૯૫

New layer...

English summary
Sabarkantha district will break the record about clean india mission. There are 6 lacs people will be join to clean india mission on 23rd december, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X