For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંહોની ‘નગરી’માં સચિને કહ્યું, ‘nice experience’

By Super
|
Google Oneindia Gujarati News

જુનાગઢ, 24 માર્ચઃ ભારતીય ક્રિકેટના પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકર છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં તેઓ સહપરિવાર આવ્યા હતા. જ્યાં તેમણે ગીર સિંહોના અભ્યારણ્યની મુલાકાત લીધી અને સોમનાથ ખાતે દેવોના દેવ મહાદેવના મંદિરે શિશ ઝૂકાવ્યું હતું. ગીર અભ્યારણ્યની મુલાકાત લેતી વેળા સચિન તેંડુલકરે ગુજરાત જંગલ વિભાગ દ્વારા સિંહો સહિત વન્યજીવોની સુરક્ષા માટે જે પગલાં ઉઠાવ્યા છે, તેને બિરદાવ્યા હતા.

સચિન તેંડલકરે પત્ની અંજલી, પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે ગીર અભ્યારણ્યમાં સિંહો નિહાળ્યા હતા. ગીરની મુલાકાત લીધા બાદ સચિન પરિવાર સાથે દીવ પહોંચ્યા હતા. તેંડુલકર પરિવારની મુલાકાત અંગે વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, સચિન તેંડુલકર, તેમના પરિવાર અને મિત્રોએ ગીર અભ્યારણ્યમાં અંદાજે 15 જેટલાં સિંહ નીહાળ્યા હતા. જે અંગે સચિને પણ મીડિયાને કહ્યું હતું કે, સિંહોને નીહાળવાનો અનુભવ અનેરો હતો. હું મારા શાળાના દિવસોથી સંભળતો આવું છું કે આ એકમાત્ર એશિયાટિક સિંહોનું અભ્યારણ્ય છે. તેને નીહાળીને સારો અનુભવ થયો છે.

બાદમાં તેઓ સોમનાથ પહોંચ્યા હતા અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અહીં તસવીરો થકી સચિન તેંડુલકરની ગીર અભ્યારણ્ય અને સોમનાથ મંદિરની મુલાકાત પ્રસ્તૃત કરવામાં આવી છે.

સોમનાથમાં તેંડુલકર પરિવાર

સોમનાથમાં તેંડુલકર પરિવાર

વિશ્વના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

સોમનાથમાં તેંડુલકર પરિવાર

સોમનાથમાં તેંડુલકર પરિવાર

વિશ્વના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પરિવાર સાથે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

સચિને નીહળ્યા સિંહો

સચિને નીહળ્યા સિંહો

લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે ગીર અભ્યારણ્યની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે સિંહો નીહાળ્યા હતા. સચિને અંદાજે 15 જેટલા સિંહોને જોયા હતા.

સચિને નીહળ્યા સિંહો

સચિને નીહળ્યા સિંહો

લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરે ગીર અભ્યારણ્યની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે સિંહો નીહાળ્યા હતા. સચિને અંદાજે 15 જેટલા સિંહોને જોયા હતા.

English summary
Legendary cricketer Sachin Tendulkar visited Gujarat's Gir forest, the abode of Asiatic lions, along with his family members and friends in Vadodara on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X