For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ : વાઇબ્રન્ટ ગુજરાતમાં વર્ચ્યુઅલ મોદી સાથે સેલ્ફી ક્લિક કરવા કેવી લાઇન્સ લાગી?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં સ્થાનિક તેમ જ દેશ વિદેશથી આવેલા લોકોને બી2બી ઉપરાંત એક અન્ય બાબતમાં રસ પડ્યો હતો. આ બાબત હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ક્લિક કરો.

જી હા, લોકોને આમાં રસ પડવાની સાથે અંદાજે 2000 લોકો નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ખેંચાવામાં સફળ થયા હતા. જો કે આ સેલ્ફી નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ખેંચવામાં આવી હતી. આવું કેવી રીતે શક્ય બને તેવો પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે.

આ કેવી રીતે શક્ય બન્યું અને લોકોએ આવી રીતે સેલ્ફી ખેંચાવવા કેવી ભીડ જમાવી હતી તેનો નજારો જોવા આગળ ક્લિક કરો...

1.

1.


આ શક્ય બન્યું છે ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજીની મદદથી. આ ટેકનોલોજીના માધ્યમથી આપ આપની મનગમતી હસ્તી સાથે સેલ્ફી ક્લિક કરી શકો છો.

2.

2.


વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં આ ટેકનોલોજીની મદદથી જ લોકોએ નરેન્દ્ર મોદી સાથે શાનદાર સેલ્ફી ખેંચ્યા હતા.

3.

3.


ગાંધીનગરમાં ગઈ કાલે મહાત્‍મા મંદિરમાં નેસેન્‍ટ કંપનીની ટીમે અત્‍યાધુનિક ટેક્‍નોલોજી ઓગ્‍મેન્‍ટેડ રિયાલિટીની મદદથી સ્‍માર્ટફોન પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે સેલ્‍ફી ક્લિક કરી આપ્યા હતા.

4.

4.


આ અંગે નેસેન્‍ટ કંપનીના મેનેજર (બિઝનેસ ડેવલપમેન્‍ટ) સુજાસ શાહે જણાવ્‍યું કે આ એક વર્ચ્‍યુઅલ ફોટો-બૂથ છે, જેમાં ઓગ્‍મેન્‍ટેડ રિયલિટી ટેક્‍નોલોજીની મદદથી વર્ચ્‍યુઅલ એન્‍વાયર્નમેન્‍ટ તૈયાર કરવામાં આવે છે.

5.

5.


વર્ચ્‍યુઅલ એન્‍વાયર્નમેન્‍ટની મદદથી તમે સ્‍માર્ટફોનની મદદથી સેલ્‍ફી લઈ શકો છો.

6.

6.


આ કન્‍સેપ્‍ટ યુનાઇટેડ કિંગડમમાં ચાલે છે. અહીં આવેલા ડેલિગેટ્‍સને વર્ચ્‍યુઅલ હેપિનેસ મળે અને અહીં વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટમાં પાર્ટિસિપેટ થવા આવ્‍યા છે ત્‍યારે લોકો માટે આ સેલ્‍ફી વાઇબ્રન્‍ટ ગુજરાતની યાદ બની રહેશે.

7.

7.


આ રીતે નાગરિકો બોલીવુડનાં હીરો-હિરોઇનો સાથે પણ સેલ્‍ફી લઈ શકે છે.

8.

8.


વર્ચ્‍યુઅલ ફોટો-બૂથ પર બે સ્‍માર્ટફોનની મદદથી નેસેન્‍ટ કંપનીની ટીમના સભ્‍યો નાગરિકોની નરેન્‍દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને નાણાપ્રધાન સૌરભ પટેલની સેલ્‍ફી પાડી આપતા હતા.

9.

9.

આ રીતે 2000 લોકોએ વર્ચ્યુઅલ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ક્લિક કર્યા હતા.

10.

10.

તમે કોની સાથે સેલ્ફી ક્લિક કરવા માંગો છો? તે કમેન્ટમાં લખીને જણાવો

English summary
Selfie with Narendra Modi possible without his physical presence with augmented reality technology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X