For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બાયડ કેસમાં હાર્દિકની પણ ધરપકડ થઇ શકે

બાયડ કેસમાં હાર્દિકની પણ ધરપકડ થઇ શકે

પાટીદાર આંદોલન હિંસક બનતાં મૃત્યુ પામનાર પાટીદારોનો બારડમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો. મંજુરી વિના આ કાર્યક્રમ યોજવા બદલ દિનેશ બાંભણીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હાર્દિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી શકે તેમ છે. જો કે આ જામનપાત્ર ગુનો હોવાથી આસાનીથી જામીન મળી જશે.

જૂનાગઢઃ MLA લખેલી બાઇકને રોકતાં ટોલબૂથ પર તોડફોડ

જૂનાગઢઃ MLA લખેલી બાઇકને રોકતાં ટોલબૂથ પર તોડફોડ

વેરાવળ પાસેના જનાગઢ હાઇવે પરના ટોલબુથ પર અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. 15 જેટલી ગાડીમાં આવેલા લોકોએ ટોલબુથ પર તોડફોડ કરી નાસી ગયા હતા. ટોલબુથ અધિકારીઓ મુજબ ધારાસભ્યોના માણસોએ આવીને ફાયરિંગ પણ કર્યું હતું. સોમનાથ તરફથી આવી રહેલી એએલએ લખેલી બે બાઇકને રોકી હોવાથી તોડફોડ થઇ હતી.

અમદાવાદઃ યુવકે સાબરમતીમાં ઝંપલાવ્યું

અમદાવાદઃ યુવકે સાબરમતીમાં ઝંપલાવ્યું

શહેરના જમાલપુર બ્રિજ પરથી એક યુવકે સાબરમતીમાં પડતું મુક્યું. ફાયરબ્રિગેડની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે. યુવક કોણ હતો અને શા માટે જંપલાવ્યું તે અંગે હજુ કાંઇ માહિતી નથી મળી.

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે હજુય આનંદીબેન CM !

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે હજુય આનંદીબેન CM !

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ ચાર્જ સંભાળ્યાને બે માસ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ શિક્ષણ વિભાગ માટે હજુય પણ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ છે. શિક્ષણ વિભાગની વેબસાઈટ પર હજુ પણ મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલનું જ નામ અને ફોટો છે.

અમદાવાદમાં 4 સંતાનની માતા પ્રેમી સાથે ભાગી ગઇ

અમદાવાદમાં 4 સંતાનની માતા પ્રેમી સાથે ભાગી ગઇ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતી એક વિધવા પતિના બારમાને ગણતરીના દિવસો જ થયા હતા કે ચાર સંતાનોને મૂકીને પ્રેમી દીયર સાથે નાસી ગઇ છે. પ્રેમી સાથે ભાગી તેના થકી થયેલા એક દીકરાને પણ તે પોતાની માતાના ઘરે મૂકીને પ્રેમી સાથે એકલી રહેવા લાગી.

કલોલમાં મહાદેવ મંદિરના બે મહંતની હત્યા લૂંટના ઈરાદે કરાઈ હત્યા

કલોલમાં મહાદેવ મંદિરના બે મહંતની હત્યા લૂંટના ઈરાદે કરાઈ હત્યા

મંગળવારે વહેલી સવારે કલોલના સઈજ ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સો હત્યા કરાઈ હતી. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી જવા પામી છે.

કુપોષિત બાળકોને દર બે કલાકે આહાર અપાશે

કુપોષિત બાળકોને દર બે કલાકે આહાર અપાશે

ગાંધીનગર જિલ્લાની 92 આંગમવાડીમાં ઘનિષ્ઠ પોષણ અભિયાન શરૂ કરાયું. અભિયાન અંતર્ગત 1287 કુપોષિત બાળકોને ર બે કલાકે ભોજન આપવામાં આવશે. નિયમિત તેમનું વજન માપીને ડૉક્ટર્સ પાસે તપાસ પણ કરાવવામાં આવશે.

કાળા નાણાનું કલેક્શન 1200 કરોડને પાર

કાળા નાણાનું કલેક્શન 1200 કરોડને પાર

ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ પૂર્ણ થવાને માત્ર દિવસ બાકી રહ્યા છે. યોજનાના છેલ્લા સપ્હતાહના પ્રથમ દિવસે 100 કરોડથી વધુના બ્લેકમનીની જાહેરાત કરાઇ હતી. જો કે આઇડીએસનું કલેક્શન 1200 કરોડને વટાવી ગયું છે.

અમદાવાદથી 15 નવી ફ્લાઇટ શરૂ થશે

અમદાવાદથી 15 નવી ફ્લાઇટ શરૂ થશે

દેશભરમાં 29 ઓક્ટોબર સુધી ફ્લાઇટનું સમર શ્ડ્યૂલ ચાલશે. જે બાદ વિન્ટર શિડ્યૂલ શરૂ થનાર છે. જેમાં અમદાવાદથી ઓપરેટ થતી ફ્લાઇટમાં નવી 15 ફ્લાઇટનો ઉમેરો થશે. જેના પગલે 2017 સુધી બપોરના સમયે ફ્લાઇટ મૂવમેન્ટ માટે રનવે બંધ કરવાની જાહેરાત કરાઇ હતી.

English summary
September 27 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X