For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મુખ્યમંત્રી વિજયરૂપાણી કરી ખેલકુંભની શરૂઆત

મુખ્યમંત્રી વિજયરૂપાણી કરી ખેલકુંભની શરૂઆત

પાલનપુર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે ખેલમહાકુંભની શરૂઆત કરી હતી. ત્યારે પોતાના ભાષણમાં મુખ્યમંત્રી જણાવ્યું હતું કે આ પ્રકારના ખેલકુંભ યુવાનોના મનોબળને મજબૂત કરે છે. અને ખેલદિલની ભાવના કેળવાય છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ પહેલા કોંગ્રેસ, અને પાસના કાર્યકરોની અટક કરવામાં આવી હતી. ત્યારે આ ખેલમહાકુંભમાં રાજ્યભરથી મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા.

છેવટે AMCના સફાઇ કર્મચારીઓનું આંદોલન સંકેલાયું

છેવટે AMCના સફાઇ કર્મચારીઓનું આંદોલન સંકેલાયું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના સફાઇ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની હડતાલ પર હતા. જેમાં દલિત આગેવાન જિજ્ઞેષ મેવાણી પણ જોડાયો હતો. અને તેમના દ્વારા રસ્તા રોકો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જે બાદ તેની અટક કરાઇ હતી. જો કે વિવાદ વધતા મંગળવારે મેયર સફાઇ કર્મચારીઓ જોડે બેઠક યોજી તેમની તમામ માંગને સ્વીકારતા આ આંદોલન સમેટાયું હતું.

હવે પાક્કું! કેજરીવાલ 16મી ઓક્ટોબરે કરશે સુરતમાં સભા

હવે પાક્કું! કેજરીવાલ 16મી ઓક્ટોબરે કરશે સુરતમાં સભા

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સુરતમાં સભા યોજવા માંગતા હતા પણ સુરત પોલિસ કમિશ્નરે મંજૂરી ન આપતા, આપ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. જે બાદ રેલીને મંજૂરી મળતા 16 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ સુરત ખાતે સભા યોજશે. જે માટે હાલ સુરતમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નવરાત્રીનો થનગનાટ, છેલ્લા સમયની શોપિંગ શરૂ

નવરાત્રીનો થનગનાટ, છેલ્લા સમયની શોપિંગ શરૂ

ગુજરાતભરમાં 1 ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રીનો થનગનાટ અત્યારથી જ બજારોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરામાં ઠેર ઠેર બજારોમાં લોકો છેલ્લા સમયની ખરીદી કરી રહ્યા છે. ચણિયાચોળીથી લઇને ડાન્સ ક્લાસિક તમામ તૈયારીઓ હાલ પૂર જોશમાં ચાલી રહી છે.

હવે ગુજરાતના ખેડૂતો કરશે ઓનલાઇન વેચાણ

હવે ગુજરાતના ખેડૂતો કરશે ઓનલાઇન વેચાણ

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઇ-માર્કેટ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું હતું. જે બાદ આ દ્વારા દેશના 400 જેટલા માર્કેટ યાર્ડ અને બજારોમાં ગુજરાતના ખેડૂતો ઓનલાઇન પોતાના માલને લે-વેચ કરી શકશે. જેના દ્વારા ખેડૂતોને તેમના પાક અને મહેનતના સારા ભાવ મળવાની શક્યતા છે.

English summary
September 28 top local news gujarat bullet news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X