For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાઇએ, સાક્ષીઓ પર હુમલા મામલે કહ્યું હું નિર્દોષ છું

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નારાયણ સાઇએ, સાક્ષીઓ પર હુમાલા મામલે કહ્યું હું નિર્દોષ છું

નારાયણ સાઇએ, સાક્ષીઓ પર હુમાલા મામલે કહ્યું હું નિર્દોષ છું

જેલની હવા ખાઇ રહેલા નારાયણ સાંઇને આજે સુરત કોર્ટમાં સુનવણી માટે લાવવામાં આવ્યા હતા. બળાત્કાર અને 13 કરોડની લાંચ મામલે જ્યારે જજે સાંઇને સાક્ષીઓ પર થઇ રહેલા હુમલા મામલે પૂછ્યું તો તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. નોંધનીય છે કે આ કેસમાં મોટાભાગના આરોપીઓને જામીન મળી ગઇ છે પણ નારાયણ સાઇની અરજી પર સુનવણી નથી થઇ

મોદી પર વાર કરવો ક્રોંગ્રેસને ભારે પડ્યો

મોદી પર વાર કરવો ક્રોંગ્રેસને ભારે પડ્યો

અમેરિકામાં ફેસબુકના હેડક્વાટરમાં માર્કના સવાલો સાંભળી મોદી ભાવુક થઇ ગયા હતા. પોતાની માં લોકોને ઘરના કામ કરતી હતી તે મોદી લોકો સમક્ષ મૂકી હતી. જે મામલે ક્રોંગ્રેસ તેમના આ દાવાને જુઠ્ઠો ગણાવી તેમની આકરી ટીકા કરી હતી. ક્રોંગ્રેસનું કહેવું હતું કે મોદીની માં કદી પણ લોકોના ઘરે કામ નથી કર્યું પણ હવે મોદીના અન્ય ભાઇ પ્રહલાદ મોદી પણ મોદીની વાતને સમર્થન આપતા. ક્રોંગ્રેસને ઊંધા મોઢાની ખાવી પડી હતી.

આનંદીબેને સુવર્ણોના પેકેજને ઘરે ઘરે પહોંચાડવાનું કહ્યું

આનંદીબેને સુવર્ણોના પેકેજને ઘરે ઘરે પહોંચાડવાનું કહ્યું

ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલા ખાતે મળેલી કોર કમિટીની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુવર્ણો માટે જાહેર કરેલા 1000 કરોડના પેકેજને ઘરે ઘર સુધી પહોંચાડવાની વાત પોતાના મંત્રીઓને કરી. આનંદીબેને કહ્યું કે આ પેકેજના સારા પાસાઓની જાણ આમ જનતાને કરવી જોઇએ.

લોલીપોપ પછી પોસ્ટકાર્ડથી પાટીદારો કરશે અનામતની માંગ

લોલીપોપ પછી પોસ્ટકાર્ડથી પાટીદારો કરશે અનામતની માંગ

રાજ્યના નેતાઓને લોલીપોપ આપી અનામતની માંગ કર્યા બાદ હિંમતનગરના પાટીદારો મુખ્યમંત્રી આનંદીબેનને 750 જેટલા પોસ્ટકાર્ડ લખી અનામતની પોતાની માંગને અલગ રીતે રજૂ કરી છે.

રાજકોટમાં પોલિસે કરી યુવતીની છેડછાડ

રાજકોટમાં પોલિસે કરી યુવતીની છેડછાડ

રાજકોટમાં એક શોપિંગ મોલમાં પોલિસ કોન્સ્ટેબલ એક યુવતી સામે કર્યા બિભત્સ ચેનચાળા. જે બાદ યુવતીના પતિને બોલાવીને પોલિસ ધૂલાઇ કરાવી હતી. જો કે આ મામલે પોલિસે વચ્ચે રહી સમાધાન કરાવતા એફઆઇઆર નહતી કરાઇ.

ઉનામાં યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

ઉનામાં યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

ઉનામાં એક યુવક પર 7 થી 8 લોકોએ તીક્ષ્ય હથિયારથી પ્રહાર કરી તેની ઘાતકી હત્યા કરી છે. ત્યારે હાલ તો પોલિસ આ હત્યારાઓની ભાળ નીકાળવાના બનતા પ્રયાસ કરી રહી છે.

English summary
September 29: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X