For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકર સિંહ વાઘેલા: કોંગ્રેસે મને નીકાળી દીધો છે

ગાંધીનગર ખાતે શંકર સિંહ વાઘેલાનું આજે છે શક્તિ પ્રદર્શન. કાર્યક્રમમાં પહોંચ્યા બાપુ. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર ખાતે ટાઉનહોલમાં કોંગ્રેસ નેતા શંકર સિંહ વાઘેલાએ આજે તેમના જન્મ દિવસ નિમિત્કે એક સંમેલનનું આયોજન કર્યું હતું. સમ સંવેદના સંમેલન નામે આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં એક પછી એક બાપુએ મોટા ધડાકા કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાપુએ કહ્યું કે શી ખબર શાની ડરે પણ ગત 24 કલાક પહેલા જ કોંગ્રેસ મને તેની પાર્ટીની બહાર નીકાળી દીધો છે. વધુમાં તેમણે અમરનાથ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજંલી અર્પી હતી. ત્યારે શંકરસિંહએ તેમના સંબોધન શું શું કહ્યું વિગતવાર જાણો અહીં.

77 નોટ આઉટ બાપુ

77 નોટ આઉટ બાપુ

કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમ યોજવા માટે અને અહીં ઊમળકાભેર કાર્યક્રમમાં આવવા માટે શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણએ અમરનાથ હુમલાના યાત્રીઓને શ્રદ્ધાંજલિ અર્પી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમ શરૂઆતમાં જ બાપુએ કહ્યું કે "24 કલાક પહેલા કોંગ્રેસ મને નીકાળી દીધો છે. શું થાય વિનાસકાળે વિપરતી બુદ્ધિ!"

શંકરની જેમ ઝેર પીધુ

શંકરની જેમ ઝેર પીધુ

બાપુએ કહ્યું કે તે કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાવતરાનો ભોગ બન્યા છે. આઝાદી પહેલા દેશ જ્યારે ગુલામ હતો ત્યારે મારો જન્મ થયો હતો. મારું નામ શંકર ભગવાનના નામથી પડ્યું છે અને તેમની એ જ વિશેષતા છે કે તે ઝેર પી લે છે.

બાપુ રીટાયર્ડ થતાં નથી!

બાપુ રીટાયર્ડ થતાં નથી!

જો કે કોંગ્રેસમાંથી તેમને નીકાળી દીધા પછી શું તેવી અટકળોનો અંત આંણવા તેમને એમના ભાષણમાં તેમની રમૂજી સ્ટાઇલથી કહ્યું કે બા રીટાયર્ડ થાય છે, બાપુ રીટાયર્ડ થતાં નથી. જો કે ભાજપમાં જોડાવાની સંભાવના પર પણ બોલતા બાપુએ કહ્યું કે મેં સોનિયાજીને પહેલા જ કહ્યું હતું કે હું ભાજપમાં નહીં જોડાઉ.

કોંગ્રેસે મને પ્રેમ આપ્યો છે પણ!

કોંગ્રેસે મને પ્રેમ આપ્યો છે પણ!

બાપુએ કહ્યું કે કોંગ્રેસે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. સોનિયાજીનો વખાણ કરતા તેમણે કહ્યું કે તે ત્યાગની મૂર્તિ છે. સાથે જ તેમણે અહેમદ પટેલનો પણ ખાસ આભાર માન્યો. જો કે વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપ છોડતી વખતે જે વિચલિત હતો એવો જ સમય ફરી કોંગ્રેસ સાથે મારે થયો છે. પોસ્ટરમાંથી નામ અને ફોટો હટાવી યોજનાબદ્ધ રીતે હટાવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. એક સ્પેશ્યલ ગોત્ર માંથી આવ્યો હતો એ કોંગ્રેસ ક્યારેય ના ભૂલી શકી. આમ કહી તેમણે કોંગ્રેસના અનેક નેતાઓ પર કટાક્ષ કર્યો હતો.

લોકોમાં મારી ડિમાન્ડ

લોકોમાં મારી ડિમાન્ડ

બાપુ કહ્યું કે આજે પણ લોકોમાં મારી ભારે ડિમાન્ડ છે. "મને કાવતરા કારી કાઢી દેવામાં આવ્યો, લ્યો હવે હું હટી ગયો છું, હવે શું કરશો?" તેમણે કહ્યું કે લાલ બત્તી મે 20 વર્ષ પહેલા નીકાળી દીધી હતી. મારી સરકાર પારદર્શક હતી. સારી સરકાર ચાલી રહી હતી. 1998માં કોંગ્રેસના નેતાઓની નકારાત્મક માનસિકતાને કારણે ભાજપને મોકો મળી ગયો. જીએસટી પર બોલતા બાપુએ કહ્યું કે જીએસટીનો વિરોધ કરનારા વેપારીઓને બાપુનુ સમર્થન,જ્યારે કહેશો ત્યારે તમારી સાથે આવીશ. વધુમાં પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું કે મેં જ મારા સમર્થકોને અહીં આવવાની ના પાડી હતી. મેં તેમને કહ્યું હતું કે હવે તમે કોંગ્રેસમાં છો અહીં ના આવતા.

English summary
Gujarat Congress Leader Shankersinh Vaghela celebrate his birthday and shows his strength in politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X