For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે બાપુ કરશે બેઠક અને કોંગ્રેસ જોશે?

શનિવારે શંકરસિંહ વાધેલા તેમના સમર્થકો જોડે કરશે બેઠક. જે બાદ કોંગ્રેસમાં રહેવું કે નહીં તેવા તમામ સવાલોના જવાબ આપશે તેવી સ્પષ્ઠતા બાપુએ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જૂનો સંબંધ છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા પાર્ટીઓ વિપક્ષને નબળા પાડવાનો પ્રયાસ કરતી હોય છે. પણ કોંગ્રેસ ચૂંટણી આવતા જ આંતરિક લડાઇ લડવાની શરૂ કરી લે છે. આ જ નિયમ હેઠળ આ વખતે પણ શંકરસિંહ વાધેલાની કોંગ્રેસ સાથેના રિસામણા મનામણાં ચાલી રહ્યા છે. શનિવારે શંકરસિંહ વાધેલા બપોરે 3 વાગે તેના સમર્થકો સાથે એક બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે જગન્નનાથજીની યાત્રાના દર્શન કરીને બાપુ દિલ્હી જવા રવાના થવાના છે તેવું જાણવા મળી છે. પણ તે પહેલા શંકર સિંહ વાધેલાએ પત્રકારો સાથેની મુલાકાતમાં શનિવારની આ બેઠક પછી તેમના તમામ સવાલોના જવાબ મળી જશે તેવી જાણકારી આપી હતી. સાથે જ તેમણે કહ્યું કે આ કોઇ શક્તિ પ્રદર્શન નથી હું મારા સમર્થકોને મળીને તેમની સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી રહ્યું છું.

sankar singh

ઉલ્લેખનયી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારથી જ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇને ચર્ચાઓ વિવાદના ચકડોળે ચડી છે. તેમાં શંકરસિંહ વાધેલાના લાંબા સમયથી પક્ષથી નારાજ છે તે વાત પણ જગજાહેર થઇ છે. વળી દિલ્હીમાં પણ તે રાહુલ ગાંધી સાથેના બેઠકમાંથી બાપુ ઉઠીને બહાર આવી ગયા હતા તેવી વાતો જાણવા મળી હતી. ત્યારે આજે બપોરની આ બેઠક પછી કોંગ્રેસમાં શું નવી હિલચાલ થશે તે અંગે કંઇક અંશે સ્પષ્ટતા થાય તેમ લાગી રહ્યું છે.

English summary
Shankersinh Vaghela do meeting with his supporter today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X