For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગાશિયે હોટલમાં PM શિન્ઝો આબેએ માણ્યું ગુજરાતી ભોજન

જાપાનના વડાપ્રધાન અને નરેન્દ્ર મોદીએ અમદાવાદની અગાશિયે હોટલમાં ગુજરાતી ભોજનની લિજ્જત માણી હતી. સાથે જ બન્ને દેશોના પ્રતિનિધિની એક બેઠક પણ અહીં મળી હતી. ત્યારે જાણો આ અંગે વધુ

|
Google Oneindia Gujarati News

અમદાવાદની હેરિટેજ અગાશિયે હોટલમાં આજે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતી વાનગીઓનો ચટકારો ચાખ્યો. નોંધનીય છે કે આમાં શિન્ઝો આબેની પત્ની માંગણીને માન આપી ખાસ શાકાહારી અને ગુજરાતી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ ડિનરમાં જાપાની વાનગીઓનો પણ સમાવેશ કરાયો હતો. જે માટે દિલ્હીથી પણ સેફની ટીમને બોલવવામાં આવી હતી.

abe at ahmedabad

સાથે જ હોટલમાં આ બન્ને દેશોના પ્રતિનિધિઓએ ભોજન બાદ એક બેઠક પણ કરી હતી. જેમાં તેમણે ભારત અને જાપાનને જોડાતા કેટલાક મહત્વના નિર્ણયોઓ પર વાર્તાલાપ કર્યો હતો. નોંધનીય છે કે આ બેઠક અને ડિનર બાદ જાપાનના વડાપ્રધાન વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલમાં રાત્રિ રોકણ કરવામાં માટે જશે. અને કાલે એટલે કે ગુરુવારે સવારે 9 વાગે તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત કરશે. સાથે જ તે બાદ મહાત્મા મંદિર ખાતે એક સંયુક્ત પ્રેસ કોન્ફર્ન્સ પણ યોજશે. અને બન્ને દેશના બિઝનેસમેન પણ એક બીજા સાથે વાતચીત કરશે. જે બાદ જાપાનના વડાપ્રધાન જાપાન જવા રવાના થશે.

English summary
Japan PM Shinzo abe and PM Narendra Modi had dinner Agashiye Hotel at Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X