For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015'માં સિંગાપોર પાર્ટનર બનશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જુલાઇ : ગાંધીનગર ખાતે બુધવારે સિંગાપોરના ભારત ખાતેના કોન્સેલ જનરલ અજિત સિંહ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા. આ મુકાલાત બાદ અજિત સિંહે જાહેરાત કરી હતી કે દ્વિવાર્ષિક'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2015'માં પાર્ટનર દેશ બની શકે છે.

આ મુલાકાત સંદર્ભે ગુજરાત સરકારે બહાર પાડેલી એક રીલિઝ અંગે જણાવ્યું કે 'સિંગાપોરના ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકોનું ઉચ્ચ ડેલિગેશન સમિટમાં ભાગ લેવા માટે આવશે.'

anadiben-patel-singapor-ajit-singh

આ ઉપરાત મુખ્યમંત્રીએ સિંગાપોર અને ગુજરાત વચ્ચે સહકાર વધારવા માટે ગુજરાતના 8 મહાનગરપાલિકાઓના ટોચના અધિકારીઓ અને મેયરોને માટે ઉપયોગી સ્ટડી ટૂરનું આયોજન કરવા માટે જણાવ્યું હતું. આ સ્ટડી ટુરમાં ગુજરાતના પ્રતિનિધિઓ સિંગાપોરના અર્બન ગવર્નન્સ અને અર્બન પ્લાનિંગનો અભ્યાસ કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ સિંગાપોર અને ગુજરાતના વિદ્યાર્થીઓ વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ યોજવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી હતી. જ્યારે સિંહે આનંદીબેન સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે સિંગાપોરના ઘણા ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. તેમણે ગુજરાતના એલએનજી ટર્મિનલ્સમાં પણ વિકાસ કરવામાં યોગદાન આપવાની સિંગાપોરની ઇચ્છાને રજૂ કરી હતી.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Met with Consul General of Singapore to India,Mr. Ajit Singh. He expressed the desire to partner in VGGIS 2015. <a href="http://t.co/ASJHKHGQbN">pic.twitter.com/ASJHKHGQbN</a></p>— Anandiben Patel (@anandibenpatel) <a href="https://twitter.com/anandibenpatel/statuses/486921931333984256">July 9, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

English summary
Singapore to be partner at Vibrant Gujarat Global Investors Summit 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X