For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડલના સ્ટડીથી ગુડગાંવ બનશે સ્માર્ટ સિટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: ગુડગાંવને સ્માર્ટ સિટી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત નિગમ ગુજરાત મોડલનો અભ્યાસ કરશે. ગુજરાત મોડલનો અભ્યાસ અને સ્માર્ટ સિટીની વિશેષતાઓ જાણવા માટે નિગમ કમિશ્નર વિકાસ ગુપ્તા તથા મેયર વિમલ યાદવ 11 થી 13 જાન્યુઆરી સુધી ગુજરાતનો પ્રવાસ કરશે.

શહેરોને સ્માર્ટ કેવી બનાવવામાં આવે તેને લઇને ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર નામક સ્થળ પર ત્રિદિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવશે. અલગ-અલગ રાજ્યોમાંથી શહેરોને સ્માર્ટ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ શહેરોના વરિષ્ઠ અધિકારી આ સંમેલનમાં ભાગ લેશે. હરિયાણામાં ગુડગાંવને સ્માર્ટ સિટીના રૂપમાં ડેવલોપ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ટાઉન એન્ડ કંટ્રી પ્લાનિંગના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તથા કમિશ્નર આ સંમેલનમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

smart-city

મેયર વિમલ યાદવનું કહેવું છે કે ગુડગાંવ સ્થિત એનસીઆરનો એક પાર્ટ છે. બિઝનેસ અને એમ્પલોયમેટના પ્રમાણે ખૂબ મહત્વપૂર્ણ શહેર પણ છે. બધા ખૂબીઓ હોવાછતાં પણ શહેરને સ્માર્ટ સિટી કહી ન શકાય. તેના માટે ખૂબ મહત્વપૂર્ણ સુવિધાઓ હોવી જોઇએ. 15 લાખની વસ્તીવાળા આ શહેરને ઓછામાં ઓછા સમયમાં સ્માર્ટ સિટી કેવી બનાવવામાં આવે, તેના અભ્યાસ માટે તે ગુજરાત આવવાના છે. તેમની સાથે નિગમ કમિશ્નર પણ હશે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં ઘણા સ્થળ છે, જે ઇન્ડિયામાં સ્માર્ટ સિટીના રૂપમાં ડેવલોપ કરવામાં આવે છે. ત્યાં એટલી જલદી વિકાસ કેવી રીતે થયો, તેનો પણ અભ્યાસ કરવામાં આવશે.

English summary
Smart City will study Model's of Gujarat Gurgaon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X