For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વાહન ચલાવતા સમયે સ્મોકિંગ કરનારનું લાયસન્સ રદ થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 ઓગસ્ટ : વાહન ચલાવતા સમયે સ્મોકિંગ કે ધૂમ્રપાન કરનારા લોકોના દ્રશ્ય સામાન્ય છે. આમ કરવું કોઇ પણ વ્યક્તિને બિલકુલ બિનનુકસાનકારી અને યોગ્ય લાગે છે. જો કે ગુજરાતમાં રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને વાહન ચલાવતા સમયે સ્મોકિંગ કરવું એ ગુનાપાત્ર બન્યું છે. ગુજરાતની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) દ્વારા હવે સ્મોકિંગ કરતા કરતા વાહન ચલાવનારનું લાયસન્સ રદ કરવા સુધીની કડક સજા ફરમાવવા સુધીના પગલાં લેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના ટ્રાન્સપોર્ટ કમિશનરે વાહન ચલાવતા સમયે સ્પીડ વધારે હોવી, સ્મોકિંગ કરવું, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો વગેરે જેવા 19 ગુનાઓ સાબિત થાય તો વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા સુધીની સજા ફરમાવવાનો નિર્ણય લીધો છે. આ માટે અધિકારીઓને વિશેષ સત્તા આપવામાં આવશે.

smoking-ban

આ અંગે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર બી એમ પ્રજાપતિએ જણાવ્યું છે કે ટ્રાફિક વિભાગ અને સિટી પોલીસ ડ્રાઇવિંગ નિયમોનો ભંગ કરતા લોકોને અટકાવે છે, પરંતુ હવે તેમની સામે કડક પગલાં ભરશે.

આ સ્થિતિમાં નિર્ધારિત કરવામાં આવેલા 19 નિયમોમાંથી એકનો પણ ભંગ કરનારને પહેલા નોટિસ આપવામાં આવશે. તેની અવગણના કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે.

કોના લાઇસન્સ રદ થઇ શકે?

  • મોટર સાઇકલ ચોરી કરનાર
  • પેસેન્જરને નુકસાન પહોંચાડનાર
  • ચોરીનો સામાન લઈ જનાર
  • આરટીઓ કાયદાનો ભંગ કરનાર
  • ઓવરલોડ વાહન ચલાવનાર
  • પૂરપાટ સ્પીડે વાહન ચલાવનાર
  • સિગ્નલનો ભંગ કરનાર
  • સરકારી વાહન ચલાવતી વખતે સ્મોકિંગ
  • નશો કરીને વાહન ચલાવનાર
English summary
Smoking and driving could lead to suspension of licence in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X