For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા શહેરના જાણવા જેવા અજાણ્યા તથ્યો

|
Google Oneindia Gujarati News

ગુજરાતની સંસ્કારી નંગરી અંગે જ્યારે પણ વાત કરવામાં આવે તો સૌ પહેલા લોકમુખે વડોદરા શહેર આવી જાય છે. વડોદરા શહેર પોતાના સંસ્કાર અને સંસ્કૃતિના કારણે માત્ર રાજ્યભરમાં જ નહીં પરંતુ દેશ અને પરદેશમાં પણ એટલું જાણીતું છે અને એટલા માટે જ તેને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. વડોદરા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં નવરાત્રી દરમિયાન થયેલા તણાવના કારણે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકસભાની ચૂંટણી એ બેઠક પરથી લડી ત્યારે પણ તે ઘણું જ ચર્ચામાં રહ્યું હતું.

આ સિવાય પણ એવી ઘણી બાબતો છે જે વડોદરાને ગૌરવ અપાવે છે, તો ગુજરાતની યશગાથાને વિશ્વભરમાં પ્રચલિત કરે છે. આજે અમે અહીં ગુજરાતની આ સંસ્કારીનગરી અંગેના કેટલાક એવા જ અજાણ્યા તથ્યો અંગે જણાવી રહ્યાં છીએ કે જેને જાણીને વડોદરા તો ગર્વ લેશે જ પણ સાથોસાથ ગુજરાતનું ગૌરવ પણ વધી જશે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

વડોદરા પાસે હતી પોતાની નવી

વડોદરા પાસે હતી પોતાની નવી

વડોદરા પાસે 280 કરતા પણ વધુ વર્ષ પહેલા પોતાની નેવી હતી. વડોદરામાં 1890થી 1920ની વચ્ચે ટ્રામ્સ ચાલતી હતી. તેમજ પ્રતાપ નગરને પહેલા ગોયા ગેટ તરીકે ઓળખવામાં આવતો હતો.

અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન

અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન

1894 કે તે પહેલા ભારતમાં માત્ર વડોદરા જ એક એવું શહેર હતું કે જેમાં અન્ડરગ્રાઉન્ડ અને સારી રીતે યોજનાબદ્ધ બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન હતી. 12મી સદીની વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, હિંમતનગર, રાજકોટ, જામનગર, ભાવનગર જેવા શહેરો અસ્તિત્વમાં નહોતા, જ્યારે એ સમયે વડોદરાને વટપદ્રા વિલેજ કહેવામાં આવતું હતું.

એશિયાનું સૌથી જુનુ ક્રિકેટ ગ્રાઉન્ડ

એશિયાનું સૌથી જુનુ ક્રિકેટ ગ્રાઉન્ડ

વડોદરામાં આવેલાં મોતિ બાગ ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડે અનેક ભારતીય ક્રિકેટર્સને તૈયાર કર્યા છે. આ ગ્રાઉન્ડને એશિયાનું સૌથી જુનુ ક્રિકેટ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે.

શહેરમાં 73 જેટલા ગાર્ડન છે

શહેરમાં 73 જેટલા ગાર્ડન છે

વડોદરા શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં અનેક ગાર્ડન છે અને કહેવાય છેકે શહેરમાં અંદાજે 73 જેટલા ગાર્ડન છે. જેમાં સૌથી જુનું ગાર્ડન સયાજીબાગ છે. જે 132 કરતા પણ વધુ વર્ષ જુનું છે. શહેરની માર્કેટ અંગે વાત કરીએ તો ખંડેરાવ માર્કેટ ભારતની સૌથી શ્રેષ્ઠ યોજના બદ્ધ માર્કેટ છે. જેમાં ચાર મોટા ગેટ, એક મોટું સર્કલ અને 4 નાના સર્કલ આવવા જવા માટે બનાવવામાં આવ્યા છે.

વિશ્વનું સૌથી નાનું લોકોમોટિવ એન્જીન

વિશ્વનું સૌથી નાનું લોકોમોટિવ એન્જીન

વડોદરા પાસે વિશ્વના સૌથી નાના લોકોમોટીવ એન્જીનમાનું એક વડોદરા પાસે છે, જેને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા 1862માં પહેલી નેરોગેજ ભારતમાં શરૂ કરવામાં આવી હતી.

21 ગન સેલ્યુટ

21 ગન સેલ્યુટ

ભારત જ્યારે આઝાદ થયું ત્યારે વડોદરાના મહારાજા ગાયકવાડ સહિત પાંચ રાજ ઘરાનાઓને 21 ગન સેલ્યુટ આપવામાં આવી હતી.(સુરસાગર તળાવની તસવીર)

એશિયાનો સૌથી મોટો ડોમ

એશિયાનો સૌથી મોટો ડોમ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીમાં આવેલો ડોમ એશિયાનો સૌથી મોટો ડોમ છે.

મૈસૂરના રાજાના નામ પરથી રોડ

મૈસૂરના રાજાના નામ પરથી રોડ

મૈસૂરના મહારાજાએ 1888માં જ્યારે વડોદરાની મુલાકાત લીધા બાદ મૈસૂરમાં એક રોડનું નામ સયાજીરાવ રોડ રાખવામાં આવ્યું હતું. આજ રીતે જ્યારે વડોદરાના મહારાજ મૈસૂરની મુલાકાત કરીને આવ્યા ત્યારબાદ વડોદરામાં મૈસૂરના મહારાજાના નામે ચમારાજેન્દ્ર રોડ બનાવવામાં આવ્યો હતો. જે લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય દ્વારથી કિર્તિ સ્તંભ સુધી જાય છે. જોકે હવે આ નામ લોકોને વિસરાય ગયું છે.

એરપોર્ટ જેવું દેખાતું બસ સ્ટેન્ડ

એરપોર્ટ જેવું દેખાતું બસ સ્ટેન્ડ

ગુજરાતમાં આવું એકમાત્ર બસ સ્ટેન્ડ વડોદરામાં આવેલું છે. વડોદરા ખાતે એરપોર્ટ જેવી સુવિધાઓ અને દેખાવ ધરવાતું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

English summary
some interesting and unknown facts about vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X