For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત શહેર આગના બે બનાવ, હોસ્પિટલમાં 5ને ફાયરબ્રિગ્રેડે બચાવ્યા

સુરતમાં આજે બે અલગ અલગ જગ્યાએ થયા આગના બચાવ. ફાયરબ્રિગ્રેડની અદ્ધભૂત કામગીરીએ બચાવ્યા 5ના જીવ.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સુરત શહેરના પુણા વિસ્તારમાં આજે વહેલી સવારે ઠાકોરદ્વાર સોસાયટીના એક બંધ મકાનમાં ગેસનો બાટલો ફાટતા સોસાયટીમાં અફરા -તફરીનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના બીજા મકાનો માંથી લોકો બહાર દોડી આવ્યા હતા. જોકે મકાન બંધ હોવાથી કોઈ જાનહાની નથી થઇ પણ ઘર માં ઘરવખરી અને સામાન બળીને ખાક થઇ ગયો હતો. જોકે સોસાયટીના લોકો દ્વારા ફાયરબ્રિગ્રેડ ને જાણ કરાતા ફાયર બ્રીગડે આગ પર કાબુ મેળવ્યો હતો.

fire2

સુરત શહેરમાં આજે આગની બીજી મોટી ઘટના પણ થઇ હતી, જેમાં ડભોલી ચાર રસ્તા પાસે સવાણી હોસ્પિટલમાં આગ લાગી હતી, જોકે હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકો હોસ્પિટલમાં ફસાઈ ગયા હતા. જેમાં ફાયરબ્રિગ્રેડની ટીમ દ્વારા તેમનો રેસ્ક્યૂ કરીને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની નથી. પણ હોસ્પિટલની સામગ્રી બળીને ખાક થઇ ગઈ હતી. ફાયર વિભાગે ચેક કરતા હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો અભાવ હતો તેવું બહાર આવ્યું હતું. અને હોસ્પિટલના બિલ્ડીંગનું સ્ટ્રક્ચર આખું બંધ હોવાથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવાનો અને રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત થઇ હતી. જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તંત્ર હોસ્પિટલના સંચાલક સામે પગલા લેશે કે નહીં?

fire
English summary
Surat: 2 fire incident happened in Surat city today. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X