સુરતીલાલા માણી શકશે હિલીયમ બલુન અને જોય ટ્રેનની મજા

સુરતાનાં બોટનિકલ ગાર્ડનમાં હિલિયમ બલુન અને જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેના કારણે સુરતીલાલાને પણ મળી શકશે હિલીયમ બલુન અને જોય ટ્રેનની મજા.

Subscribe to Oneindia News

અમદાવાદના કાંકરિયામાં હિલીયમ બલુન અને જોય ટ્રેન હવે સુરતમાં પણ જોવા મળશે. સુરતીલાલાઓ માળી શકશે હિલીયમ બલુન અને જોય ટ્રેનની મોજ. સુરત શહેરમાં બોટનિકલ ગાર્ડનમાં હિલિયમ બલુન અને જોય ટ્રેન બનાવામાં આવી છે. જેને લઇ સુરતી લાલાઓમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આ બલુન રાઇડ અને ટ્રેનની સફર મોટા પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષે છે. ત્યારે હવે સુરતમાં પણ આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

ballon

સુરત શહેર સહીત દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર સુરત શહેરના બોટનીકલ ગાર્ડનમાં હિલીયમ બલુન અને જોય ટ્રેન રાઈડ બનાવામાં આવી છે. દોઢ લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં બનાવેલ બોટનિકલ ગાર્ડનમાં 22.50 કરોડનાં ખર્ચે 18 જેટલી રાઇડ્સ બનાવામાં આવશે. જેમાં 7.5 કરોડનાં ખર્ચે હિલિયમ બલુન અને 7.75 કરોડનાં ખર્ચે જોય ટ્રેન બનાવાઈ છે. ટ્રાયલ પર બંને રાઇડ્સ ચાલુ કરવામાં આવી છે. જેની મજા હવે સુરતીઓ માણશે.

WHAT OTHERS ARE READING
English summary
Surat : People can enjoy Helium balloon and Joy Train at Botanical Garden.
Please Wait while comments are loading...