For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં એપાર્ટમેન્ટની સ્લેબ તૂટ્યો, રેસક્યૂ ઓપરેશન કરી બેને બચાવ્યા

સુરતમાં આવેલા શુભમ એપોર્ટમેન્ટમાં અચાનક જ આઠમા માળનો સ્લેબ તૂટી પડતા, બે લોકો ફસાયા. વધુ જાણો અહીં

|
Google Oneindia Gujarati News

સુરતમાં પાર્લેપોઇન્ટ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ભયના માર્યા નીચે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં જાનહાનિ નથી થઇ પણ એક બાળકી તથા મહિલા કાટમાળમાં ફસાતા, ફાયર બ્રિગ્રેડને મદદ માટે બોલવવામાં આવી હતી.

surat slab

શનિવારે સવારે જ સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારના શુભમ એપાર્ટમેન્ટના 8, 7 અને 6માળની છત એક ઉપર એક એમ તૂટી પડી હતી. ગેલેરી અને બેઠક રૂમનો સ્લોબ અચાનક તૂટી પડતાં દોડધામ થઇ ગઇ હતી. લોકો ગભરાઇને નીચે દોડી આવ્યાં હતાં. જો કે આ ઘટનામાં એક મહિલા અને એક બાળકી ફસાયાં હતાં. કેટલાક રહેવાસીએ હિંમત કરીને ઉપર ગયા ત્યારે તેમને જાણ થઇ એક નાનકડી બાળકી મોટા સ્લેબ નીચે ફસાયેલી છે, લોકોએ સ્લેબ ખસેડી બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્લેબ બહુ મોટો હોવાથી તેઓ સફળ થયા નહીં.

surat slab

ત્યારે એક રહેવાસીએ સમયસૂચકતા વાપરી ફાયરબ્રિગેડને ફોન કરતાં ફાયરબ્રિગેડની ટીમ તરત જ 3 ગાડીઓ એક હાઈડ્રોલિક ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગ્રેડે સમયસર પહોંચી બાળકીને બચાવી હતી અને મહિલાને દોરડા વડે ઉપરના માળ પર ખેંચી લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

surat slab

જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ બાળકી અને મહિલા બંન્ને ઇજા પહોંચી હોવાથી હાલ બંન્ને સારવાર હેઠળ છે. જે બાદ ફાયરબ્રિગેડની ટીમે હાલ આ જર્જરિત મકાનનો કાટમાળ દૂર કરી રહ્યું છે. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

surat slab
English summary
Surat: Shubham flat slab fall down, 2 people injured. Read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X