સુરતમાં ચાલુ ગાડીમાં આગ લાગતાં રસ્તા પર ટ્રાફિક જામ

સુરતના મજુરાગેટ વિસ્તારમાં ચાલુ સીએનજી ગાડીમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

Subscribe to Oneindia News

સુરતના મજુરાગેટ રોડ પર ચાલતી ગાડીમાં અચાનક આગ લાગતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. મજુરાગેટ ચાર રસ્તા પર દોડતી સીએનજી ગાડીમાં અચાનક આગ લાગી હતી. જો કે, ગાડીનો ડ્રાઇવર સાવચેતી દાખવી બહાર નીકળી ગયો હતો, જેને કારણે તેનો આબાદ બચાવ થયો હતો.

fire

મળતી માહિતી મુજબ સીએનજી ગાડીમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને આ અંગે જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

જો કે, ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટનાથી રસ્તા પર દોડધામ થઇ ગઈ હતી. આજુ-બાજુથી પસાર થતાં વાહનચાલકો ડરીને દૂર જવા મથતા હતા તો કેટલાક લોકો આ ઘટના જોવા માટે રસ્તા પર થોભી ગયા હતા. આ કારણે રસ્તા પર થોડી વાર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

WHAT OTHERS ARE READING
English summary
SURAT : Suddenly there was a fire in the CNG car. Read here more.
Please Wait while comments are loading...