For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગર: લૂંટારુ ટોળકી ચલાવી 80.27 લાખની લૂંટ

By Desk
|
Google Oneindia Gujarati News

સુરેન્દ્રનગરના નેશનલ હાઈવે ઉપર સાયલા નજીક લુંટારી ટોળકીએ આબાદ લૂંટ ચલાવી છે. જેમાં ઘટના કંઈક આ મુજબ જાણવા મળી રહી છે કે, અરવિંદ કાંતી નામના આંગડિયા પેઢીની ગાડીમાંથી 80.27 લાખની લુટી લેવામાં આવ્યા છે. ગાડીમાંથી લૂંટ ચલાવી લૂંટારા ગાડીને બીનવારસી હાલતમાં મુકી નીસા ગયા હતા. જેને લઈને જિલ્લા પોલિસમાં દોડઘામ મચી ગઈ હતી.

સોમવારની મોડી રાત્રે સુરેન્દ્રનગર હાઈવે નજીક આવેલ સાયલા પાસે આંગડિયા પેઢીના સોના-ચાંદી અને રોકડ રકમ ભરેલા 50 જેટલા પાર્સલ લઈને રાતના સમયે રાજકોટથી અમદાવાદ જવા માટે રવાના થઈ હતી. આ દરમિયાન ચોરવીરા પાસે કારમાં આવેલ આઠ થી દસ લુંટારુઓએ કંડક્ટર, ડ્રાઈવરને માર મારી પોતાની કારમાં તેમનુ અપહરણ કરી લઈ હતા. આ દરમિયાન ઝપાઝપી થતા વગડિયા પાસે મહેતાજીને ઉતારી દીધા હતા. લુંટારુઓએ આ ગાડીને કબજે કરી ગાડીમાં રહેલ તમામ પાર્સલો તોડી લુંટ ચલાવી હતી. ત્યારે આ દિલધડક લૂંટ વિષે વધુ જાણો અહીં....

શું હતું આ પાર્સલમાં?

શું હતું આ પાર્સલમાં?

આ પાર્સલમાં 337 કિલો ચાંદી (જેની કિંમત 67 લાખ) , 2.30 લાખનુ સોનુ, 10 લાખની કાર અને 14 હજારની રોકડ રકમ હતી. ઉપરાંત બે મોબાઈલ સહિત કુલ 80.27 લાખનો માલ મુદ્દો હતો.

પોલિસે આરોપીને પકડ્યા

પોલિસે આરોપીને પકડ્યા

જો કે આ લુંટ કેસમાં સંડોવાયેલા ત્રણ સખ્સોને પોલીસે મંગળવારે બપોરે રાધનપુર હાઈવે પર વરાણાગામ નજીક વાવલ પાટીયા પાસેથી નકાબંધી કરીને પકડી પાડ્યા હતા.

પોલિસના હાથે લાગ્યું મોટું પગેરું

પોલિસના હાથે લાગ્યું મોટું પગેરું

લુંટારુઓ પાસેથી કોથળામાં સોના, ચાંદી અને રોકડ રકમ ભરેલા 12 પાર્સલ પોલીસે કબજે કર્યા હતા. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ દાહોદ, અમદાવાદ, રાધનપુર, પાટણ સહિત અલગ અલગ જગ્યાઓ પર આ રીતે ટોળકી બનાવી લૂંટ ચલાવવાનુ મોટુ પગેરુ છે. જેણે પોલિસે વિફળ કર્યું છે.

આંગડિયા પેઢી પર લૂંટારાઓની નજર

આંગડિયા પેઢી પર લૂંટારાઓની નજર

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ અન્ય એક આંગડિયા પેઢીને આ જ રીતે લૂંટવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં લૂંટારાઓએ આંગડિયા પેઢીને નિશાનો બનાવ્યો છે તેવી ભીતીથી આંગડિયા પેઢી ડરના ઓથાર નીચે છે.

English summary
Surendranagar 80.27 lakh robbery in filmy style
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X