For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H1N1ના ભય હેઠળ ગુજરાત, એકનું મોત, હજારો વકિલો રજા પર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 માર્ચ: હાલમાં રાજ્ય સ્વાઇન ફ્લૂના કારણે ભયના ઓથાર નીચે છે. ચોતરફ આપને લોકો પોતાના મોઢા પર સ્વાઇન ફ્લૂથી બચવા માટે માસ્ક પહેરીને ફરતા જોવા મળશે, એટલો સૌમાં સ્વાઇન ફ્લૂનો ડર ઘર કરી ગયો છે. જોકે સ્વરક્ષણ માટે આ પ્રિકોશન લેવું જરૂરી પણ છે. ઠેરઠેર ઉકાળા પણ પીવડાવવામાં આવી રહ્યા તેમ જ લોકોને માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં રાજકોટમાં આજે સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો સારવાર હેઠળ છે.

અમદાવાદ સહિત રાજકોટમાં સ્‍વાઇન ફલૂના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્‍યામાં વધારો થઇ રહ્યો છે. આજે રાજકોટમાં સ્વાઇન ફ્લુના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, આ સાથે જ સ્વાઈન ફ્લૂના શંકાસ્‍પદ દર્દીઓની સંખ્યા 40 થઈ ગઇ છે. જ્‍યારે આજે સવારે વોર્ડમાં કુલ 52 જેટલા દર્દીઓ દાખલ થયા હતાં.

swine flu
રાજકોટમાં એકનું મોત
રાજકોટમાં આજે સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો સારવાર હેઠળ છે. રાજકોટના ફાળદંગ ગામના બાબુભાઇ રામાણીનું અત્રેની હોસ્‍પિટલમાં ગઇકાલે મૃત્યુ થયું હતું. બીજી તરફ સિવિલ હોસ્‍પિટલમાં સ્‍વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓની સંખ્‍યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, જેના કારણે ડોક્ટરો અને નર્સો પણ ઓછા પડી રહ્યા છે. હાલમાં રાજકોટની હોસ્પિટલમાં 40 જેટલા દર્દીઓ સ્વાઇન ફ્લૂ પોઝિટીવ છે.

ઠેરઠેર માસ્ક વિતરણ કાર્યક્રમ
સ્વાઇન ફ્લૂના ભરડામાંથી બહાર આવવા અને વધુમાં વધુ લોકો તેનો ભોગ ના બને તેના માટે ઠેર ઠેર લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે, હોસ્પિટલ અને રેલવે સ્ટેશન જેવા ભીડભાડવાળી જગ્યાએ માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તેમજ હોસ્પિટલોમાં લોકોને ઉકાળા પીવડાવવાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે.

સ્વાઇન ફ્લૂના ભયથી વકિલો રજા પર
અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂના ભયના કારણે અમદાવાદ જિલ્લાના લગભગ દસ હજાર જેટલા વકિલો પાંચ દિવસ માટે રજા પર ઉતરી ગયા છે. અમદાવાદ બાર એસોસીએશન દ્વારા આ અંગેનો એક ઠરાવ પસાર થયા બાદ મંગળવારે વકીલો સામુહિક રજા પર રહ્યા હતા.

English summary
Swine Flu in Gujarat: one death in Rajkot, 10 thousand lawyers on leave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X