For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તારક મહેતાના નિધન બાદ PM મોદી સહિત લોકોએ આપી શ્રદ્ધાંજલિ

પ્રસિદ્ધ લેખક તારક મહેતાની મૃત્યુ પછી સીએમ વિજય રૂપાણી સમતે અન્ય જાણીતા લોકોએ શું કહ્યું જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં આજે જાણીતી ગુજરાતી લેખક તારક મહેતાનું 88 વર્ષની ઉંમરે લાંબી બિમારીના કારણે મૃત્યુ થયું છે. વહેલી સવારે થયેલા તેમના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલથી લઇને ગુજરાતના મુખ્યમંત્રીએ આ પદ્મશ્રીથી સન્માનિત લેખકને શ્રદ્ધાજંલિ અર્પી છે. નોંધનીય છે કે તારક મહેતાએ ગુજરાતી ભાષામાં અતુલ્ય ફાળો આપ્યો છે. 80થી વધુ પુસ્તકો લખનાર આ લેખક જીવ્યા ત્યાં સુધી લોકોને હસવાનો નિરાળો અંદાજ આપતા રહ્યા છે.

Read also: તારક મહેતાને શ્રદ્ધાંજલિઃ 80 પુસ્તકો, અગણિત સ્માઇલ અને એક માણસRead also: તારક મહેતાને શ્રદ્ધાંજલિઃ 80 પુસ્તકો, અગણિત સ્માઇલ અને એક માણસ

તેમના નિધન પર જ્યાં મોદીએ તેમના વ્યંકને યાદ કર્યા ત્યાં જ આજે ગુજરાત વિધાનસભામાં પણ આ પ્રશ્નકાળની શરૂઆતમાં પંકજ મહેતાએ આજે દિવસભર હસતા રહેવાની ધારાસભ્યોને અપીલ કરી. ત્યારે દુનિયાને ઉલ્ટા ચશ્મા પહેરીને સાદી, સરળ રીતે હસાવનાર લેખક તારક મહેતાના નિધન પર અરવિંદ કેજરીવાલ, સીએમ વિજય રૂપાણી અને પીએમ સમેત કોણે શું કહ્યું વિગતવાર વાંચો અહીં....

Read also: પ્રસિદ્ધ લેખક તારક મહેતાનું નિધનRead also: પ્રસિદ્ધ લેખક તારક મહેતાનું નિધન

પરેશ રાવલ

બોલીવૂડના જાણીતા હાસ્ય કલાકાર પરેશ રાવલે પણ તારક મહેતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. અને મહેતા સાહેબની શ્રદ્ધાજંલિ આપી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના આ જાણીતી લેખક તેવા તારક મહેતાના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તે હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લઇ આવતા હતા. તેમના પરિવારને તેમની આ ઓચિંતી મૃત્યુ પછી મારી શ્રદ્ધાજંલિ.

અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તારક મહેતાના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. અને ટ્વિટર દ્વારા આ અંગે નિવેદન આપતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અમિત શાહ

તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ તારક મહેતાના નિધન પર તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી. નોંધનીય છે કે આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થતા જ ગૃહમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. અને પંકજ મહેતાએ તેમના પ્રથમ પ્રશ્નમાં જ તારક મહેતાને યાદ કરીને દિવસભર ધારાસભ્યોને હસતા રહેવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તારક મહેતાના નિધન બાદ દિગ્ગજોઓ આપી આ રીતે શ્રદ્ધાંજલિ
તારક મહેતા વિષે બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના લેખનમાં ભારતની વિવિધતામાં એકતા જોવા મળતી હતી. ટપ્પુ સમેતના પાત્રા લોકોના મનમાં વસી ગયા છે. વધુમાં પીએમએ તરાક મહેતા સાથેના સંસ્મરણો યાદ કરતા કર્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને કહ્યું હતું કે જીવનભર તેમણે વ્યંગ અને કલમનો સાથ નહતો છોડ્યો.

સંજય છેલ

સંજય છેલ

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક સંજય છેલ પણ પોતાની સોશ્યલ મીડિયો પર એક પોસ્ટ લખીને તારક મહેતાને યાદ કર્યા હતા. અને તેમને શ્રદ્ઘાજંલિ અર્પી હતી.

તારક મહેતા ટીમ

તારક મહેતા ટીમ

તો બીજી તરફ તારક મહેતાની સિરીયલની ટીમે પણ તારક મહેતાની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. હસિત મોદીએ તેમની મોત પર કહ્યું કે તારક મહેતા હંમેશા મને એક દિકરાની જેમ રાખતા. તે લાંબા સમયથી બિમાર હતા ત્યારે આજે તેમના નિધન પર તેમણે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

English summary
Read here, various Politician and people reaction on Tarak Mehta's Death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X