For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાડાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા આરોપી ઝડપાયા

અમદાવાદ પોલીસે ભાડાની ગાડીમાં દારૂની હેરફેર કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ પોલીસે એવા આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે દારૂની હેરાફેરી માટે ભાડાની ગાડીનો ઉપયોગ કરતા હતા. વાહન સરગાડી હસ્ત થવાના કિસ્સા વધતા બુટલેગરો ભાડાની ગાડીમાં દારૂની હેરાફેરી કરવા માટે નવો કીમિયો અજમાવવા માંડ્યા છે. પોલીસ જયારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડવા જાય, ત્યારે આરોપીઓ વાહન મૂકી ભાગી જાય. આમાં દારૂના જથ્થાનું મોટું નુકશાન તો થાય, પરંતુ ગાડી ભાડાની હોવાથી કેસમાં આરોપીનું નામ ન સંડોવાય. આ કારણે જ બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા ભાડાની ગાડીનો ઉપયોગ શરૂ કર્યો હતો. રાણીપ પોલીસ સ્ટેશન બાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ભાડાની ગાડીમાં દારૂની હેરફેરનો ગુનો નોંધાયો છે અને બંન્ને કેસોમાં ઝુમ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.ની ગાડી પકડાઇ હોવાનું બહાર આવ્યું છે.

LIQUOR

મળતી માહિતી મુજબ, શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો. તે દરમિયાન પોલીસેને બાતમી મળી હતી કે, ઝુમકાર લખેલી એક ગાડીમાં દારૂની હેરફેર થઇ રહી છે. આ બાતમીને આધારે પોલીસે મેમ્કો ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ગાડીને ઝડપી પાડી હતી. ગાડીમાંથી દેશી દારૂ સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે જય ઉર્ફે લાલો કાળીદાસ ઠાકોર, રાજેશ ઉર્ફે રાજુ બાદલજી ઠાકોરની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગાડી zoomcar.com પરથી 1200 રૂપિયામાં ભાડે લીધી હતી. ભાડે લીધેલી મુંબઇ પાસિંગની ગાડીમાં દારૂની હેરફેર કરવાથી બુટલેગરની પોતાની ગાડી ન જાય અને આથી નુકસાન ઓછું થાય. અનેકવાર બુટલેગર વાહન મુકીને ફરાર થઇ જાય છે. શહેરકોટડા પોલીસે પકડેલી ગાડીમાં કંપનીએ લીધેલું લાઇસન્સ પણ ખોટા એડ્રેસનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંન્ને આરોપીઓની રિમાન્ડની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

English summary
Ahmedabad: Two accused were arrested for liquor smuggling in a rental car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X