For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajyasabhapolls : એનસીપીએ પણ કહ્યું કોંગ્રેસ કરતા ભાજપને વધુ વોટ મળશે

એનસીપીએ કહ્યું કોંગ્રેસ અને અહમદ પટેલનો છે વાંક. એનસીપીના નેતાનું કહેવું છે કે કોંગ્રેસ કરતા ભાજપને વધુ વોટ મળશે. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

એનસીપીના નેતા મજિદ મેમન ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પર બોલતા મીડિયાને જણાવ્યું કે અહમદ પટેલના હાથમાં હવે બાજી જતી રહી છે. અને હાલ તે જે સ્થિતિમાં છે તે મુજબ તેમના જ લોકો ભાજપને વધુ વોટ આપશે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એનસીપી અને કોંગ્રેસ લાંબા સમયથી રાજકારણમાં એક સાથે જોડાયેલા છે. અને આજ કારણે એનસીપીએ આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને જ વોટ આપવાનું જણાવ્યું છે. જે હેઠળ આજે એનસીપીના ધારાસભ્યોએ કોંગ્રેસના અહમદ પટેલને વોટ આપ્યું હોવાનું જણાવ્યું છે.

પણ તે બધાની વચ્ચે જ્યારે એનસીપીના નેતા જ એ વાત સ્વીકારતા હોય કે અહમદ પટેલની હાલની પરિસ્થિતિ વિકટ છે ત્યારે આ વાત ઓછા શબ્દોમાં ધણું કહી જાય છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સાંજે જ એનસીપીએ કોંગ્રેસને પોતાનો સપોર્ટ જાહેર કર્યો છે. તેમ છતાં કોંગ્રેસના અહમદ પટેલનું આ રાજ્યસભાની ચૂંટણીમાં જીતવું હજી પણ મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે કારણ કે એનસીપીના નેતા મજિદ મેમનના જણાવ્યા મુજબ જ અત્યાર સુધીમાં કોંગ્રેસના બે નેતાઓએ કોંગ્રેસના બદલે ભાજપને વોટ આપવાનું મીડિયા સમક્ષ સ્વીકાર્યું છે.

English summary
Things blown out of proportion because of Ahmed Patel. He's in risky situation,half of his ppl might end up voting for BJP:Majeed Memon, NCP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X