For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘારાસભ્યાના સસ્પેન્શન મામલે ભાજપ અને કોંગ્રેસ ફરી સામ-સામે

રમણવારોની અધ્યક્ષતામાં કોંગ્રેસના ઘારાસભ્યને સસ્પેન્ડ કરવા મામલે મળશે બેઠક. આ અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિઘાનસભાના બજેટ સત્ર વખતે થયેલી મારપીટ બાદ કોંગ્રેસના બે ઘારાસભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે વિવાદ સમવાનું નામ નથી લેતો. આ મામલે કોંગ્રેસ બન્ને ઘારાસભ્યાના સસ્પેશન લેટરને પાછા લેવાની માંગણી કરી રહ્યું છે. નોંધનીય છે કે આ બન્ને ઘારાસભ્યો પર ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ રાજ્ય કક્ષાના મંત્રી નિર્મલા બેન વાઘવાણી નું ગળું દબાયાનો આક્ષેપ કર્યો. તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સીસીટીવીમાં આ પ્રકાર ના કોઈ દ્રશ્યો દેખાતા નથી તેવો દાવો કર્યો.

bjp congress fight

બીજી તરફ શક્તિસિંહ ગોહિલે ભાજપ ના સભ્યો એ ગાળો બોલી હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમણે કહ્યું છે કે ગૃહમાંથી કોગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોરને સત્ર સુધી સસ્પેન્ડ કરવા આવ્યા છે તો તે જ રીતે ગૃહમાં ગાળો બોલનાર ભાજપના સભ્યોને પણ સસ્પેન્ડ કરવા જોઇએ. અન્યથા કોગ્રેસના સભ્યોને સસ્પેન્ડસન કરવાની માંગણી પાછી ખેંચો. શંકરસિંહએ ગૃહમાં ન બન્યુ હોય તેવું દેખાડવાનો પ્રયાસ કર્યાનો આરોપ પણ મુક્યો છે. વધુમાં તેમણે આ અંગે ગૃહના અધ્યક્ષ અને મુંખ્યમંત્રીની દરમ્યાનગીરી કરવા અપીલ કરી.

જે બાદ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું છે કે આ મામલે મંગળવારે તેમની અધ્યક્ષતામાં એક બેઠક મળશે. જેમાં ગૃહરાજ્ય પ્રધાન, બન્ને પક્ષના દંડકો પણ હાજર રહેશે. અને તે પછી જ આ બન્ને ઘારાસભ્યાના સસ્પેન્શન મામલે છેલ્લો નિર્ણય લેવામાં આવશે.

English summary
Update on the matter of congress BJP leader clash in the Gujarat assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X