For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ACBએ લાંચ લેતા ઝડપ્યા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને તેમનો પુત્રને

વડોદરામાં કોંગી નેતા અને તેમનો પુત્ર લાંચ લેતા પકડાયા. એસીબીએ છટકું ગોઠવી રંગ હાથ ઝડપ્યા. જાણો વિગતવાર.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેનના નીલાબેન ઉપાધ્યાયના પતિ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સતીષ ઉપાધ્યાય તથા તેમના પુત્ર અભિષેક ઉપાધ્યાયને રૂપિયા એક લાખની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા. ખેડૂત પાસેથી જમીન એન.એ.કરી આપવાના કામ માટે રૂપિયાની માંગણી કતી હતી. કરજણ તાલુકાના પાછીયાપુરામાં રહેતા ખેડૂત પિયુષ પટેલે લાંચ રૂશ્વટ વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. તેમને લાંચ માંગ્યાનો ઓડિયો આપ્યો હતો. જેથી છટકું ગોઠવી પિતા-પુત્રને રંગે હાથ ઝડપી પાડતાં જિલ્લા પંચાયત અને શહેર-જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. એ.સી.બી.એ પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

bribe

કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં પિયુષભાઇ મહેન્દ્રભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ રેતી સ્ટોરેજ કરવા માટેના વ્યવસાય માટે પોતાની માલિકીની ખેતીની જમીન એન.એ. (બિન ખેતી) કરાવવા માટે જિલ્લા પંચાયતની કારોબારી સમિતીમાં ઠરાવ આધારીત ફાઇલ મૂકી હતી. આ ફાઇલ મંજૂર કરાવવા માટે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતીના ચેરમેન નિલાબહેન ઉપાધ્યાયના પુત્ર અભિષેક સતીષભાઇ ઉપાધ્યાયે ખેડૂત પિયુષભાઇ પટેલ પાસે રૂપિયા માંગ્યા હતા. અભિષેક ઉપાધ્યાયે ખેડૂત પિયુષભાઇ પટેલને રૂપિયા 1 લાખ લઇ જિલ્લા પંચાયતની ઓફિસે બોલાવ્યો હતો. જોકે, તે બાદ અભિષેક ઉપાધ્યાયે પિયુષ પટેલને પંચાયત ઓફિસમાં નહિં, પરંતુ, ઘર પાસે આવીને ફોન કરવા માટે જણાવ્યું હતું. જેમાં ACBએ તેમને છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા.

English summary
Vadodara : ACB arrested Congress leader and his son for taking bribe. Read here mor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X