For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા પહોંચ્યા નીતિન પટેલ, કોંગ્રેસે કર્યો વિરોધ

વડોદરા ખાતે આજે જ્યાં એક બાજુ નીતિન પટેલે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓનું લોકાર્પણ કર્યું તો કોંગ્રેસ દ્વારા કાળા વટવા ફરકાવીને તેનો વિરોધ થયો. વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા. નીતિન પટેલે આજે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂા. ૧૩૭.૭૮ કરોડના ખર્ચે સેવાસી તથા ખટંબા ખાતે નિર્માણ થનાર ૨૦૨૮ આવાસોના ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ વુડા હદના પૂર્વ વિસ્તારના સિંકદરપુરા, સયાજીપુરા, હનુમાનપુરા, અણખોલ તથા ખટંબા ખાતે રૂા. ૧૦.૧૭ કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક તથા પશ્ચિમ વિસ્તારના સમીયાલા-બીલ- ભાયલી TP સ્કીમ નં.-૫માં રૂા. ૭.૭૫કરોડના ખર્ચે નિર્માણ થનાર પાંચ MLD STP કામ સહિત રૂા. ૧૫૫.૭૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

nitin

પટેલે મુખ્યમંત્રીગૃહ યોજના હેઠળ રૂા. ૬૧ કરોડના ખર્ચે સેવાસી તથા વેમાલીમાં નિર્માણ થયેલ ૮૩૨ આવાસોનું લાભાર્થીઓને પણ લોકાર્પણ કર્યુ હતું. વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વડોદરા શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યુ કે, વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક સુધી રૂા. ૩૫૦ કરોડના ખર્ચે રાજ્યના શહેરી વિસ્તારોમાં સાડા ત્રણ કિ.મી. લંબાઇ ધરાવતો સૌથી લાંબો ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે. ફ્લાય ઓવરની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાને રૂા. ૭૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વુડા વિસ્તારમાં પાયાની અને માળખાગત સુવિધાઓના કામો માટે રૂા. ૧૫ કરોડની ફાળવણીની પણ જાહેરાત કરી હતી.

Read also: રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશેRead also: રાજયમાં રૂા.55૦૦ કરોડના ખર્ચે 141 રેલવે ઓવરબ્રીજ બનશે

નાયબ મુખ્યમંત્રી પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ઘરવિહોણા તમામ ગરીબોને આવાસો પુરાપાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ રાજ્ય સરકારે આવાસો વિહોણાઓ માટે ઘરનું ઘર મળી રહે તે માટે સમયબધ્ધ આયોજન કર્યુ છે.

Read also: ISIS સ્ટાઇલમાં ચીનમાં થયો હુમલો, 5ના મોતRead also: ISIS સ્ટાઇલમાં ચીનમાં થયો હુમલો, 5ના મોત

પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષને રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે એવી જાણકારી આપતા પટેલે ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રીશ્ર વિજયભાઇ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય સરકાર સમાજના ગરીબો, પીડિતો, શોષિતોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્ધ છે. વળી આ પ્રસંગે
નીતિનભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ ૮૩૨ લાભાર્થીઓને
ખુશીઓની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જ્યારે વડોદરાની મુલાકાતે હતા. ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કાળા વટવા ફરકાવીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો બાદ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરવામાં આવી હતી.

English summary
Vadodara : Nitin Patel inaugurates various plans today ,congress protest it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X