For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂબીકાંડનો ચુકાદો, 19માંથી 18 આરોપીઓ જામીન પર મુક્ત!!

વડોદરાના ચકચારી રૂબી હત્યાકાંડ મામલે 10 વક્ષ પછી ચૂકાદો આપવામાં આવ્યો. હત્યાના મુખ્ય આરોપી જેન્તિ પટેલને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી તથા અન્ય 18 આરોપીઓને 10 હજારની જામીન પર મુક્ત કરવામાં આવ્યા.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

વડોદરા રૂબીકાંડ મામલે 10 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. વડોદરાના એડિશનલ ડિસ્ટ્રિક જજે આ મામલાના 19 આરોપીઓમાંથી 18 આરોપીઓને 10 હજારના જામીન પર નિર્દોષ છોડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી એવા જેન્તિ પટેલિયાને આજીવન કેદની સજા ફટકારી છે. વડોદરામાં લગભગ 10 વર્ષ પહેલાં 2006માં શહેરા નજીક ત્રણ યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં 19 આરોપીઓ પકડાયા હતા.

murder

જે યુવકોની હત્યા થઇ હતી, તેમના નામ હતા મિહિર ઠાકર, દર્શન ઠાકર અને બાલકૃષ્ણ. આ સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસે શહેરાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જેન્તિ પટેલિયાની હિંમતનગરથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ એક પછી એક એમ કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના ચુકાદાથી મૃતક મિહિર અને દર્શનના વાલીઓ સંતોષ નથી. તેમનું માનવું છે કે, આ મામલે તમામ આરોપીઓને સજા મળવી જોઇતી હતી. તેમણે ન્યાય માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવાની વાત કરી હતી. બીજી તરફ મુખ્ય આરોપી એવા જેન્તિ પટેલિયાએ પણ ચુકાદાથી અસંતોષ વ્યક્ત કરતા હાઇકોર્ટના દ્વાર ખખડવાનો નિર્ણય રજુ કર્યો હતો.

ડિસેમ્બર 2006માં લલિતચંદ્ર મોહનલાલ ઠાકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બે દિકારી મીહીર અને દર્શનના ગુમ થયા છે. ત્યાર બાદ શહેરા નજીકથી મિહિર અને દર્શન સહિત અન્ય એક યુવક બાળકૃષ્ણનું શબ પોલીસને મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, કરોડો રૂપિયાની કિંમતનો રૂબી હીરો મેળવવા માટે જેન્તિ પટેલિયા સહિત 19 લોકોએ મળી ત્રણેય યુવકોની હત્યા કરી હતી.

English summary
Vadodara Rubi murder case: Court sentenced life imprisonment to main accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X