For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગાંધીધામના BSF જવાનનો વીડિયો વાયરલ થતા તપાસ શરૂ કરાઇ

વીડિયો : ગુજરાતમાં ફરજ બજાવતા એક બીએસએફ જવાનનો વીડીયો થયો વાયરલ. ગુજરાતમાં ચાલતા દારૂના ધંધા અંગે જે ધટસ્ફોટ આ વીડિયોમાં થયા છે તે પર તપાસના આદેશ અપાયા છે. જાણો જવાને આ વીડિયોમાં દારૂબંધી પર શું કહ્યુ

|
Google Oneindia Gujarati News

કાશ્મીર સ્થિત બીએસએફના જવાન દ્વારા થોડા સમય પહેલા સારું ભોજન ના મળવાના કારણે એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ ગાંધીધામમાં તેનાત વધુ એક બીએસએફના જવાનનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. ગાંધીધામની બીએસએફની 150મી બિટાલિયનના જવાન નવરત્ન ચૌધરીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેણે બીએસએફમાં ચાલતા ભષ્ટ્રાચાર પર પોતાના નિવેદન આપ્યા છે.

Navratan Choudhary

તેણે આ વીડિયોમાં કહ્યું છે કે બીએસએફના જવાનોને યોગ્ય ખાવાનું નથી મળતું. બધુ બારોબાર વેચાઇ જાય છે. તપાસ પણ ખાલી દેખાવ પૂરતી થાય છે. અને આ તમામમાં જો કોઇની મુશ્કેલી વધે છે તો તે છે ફરિયાદ કરનારની. નવરત્ન ચૌધરીએ આ વીડિયોમાં જણાવ્યું કે અધિકારીઓ પોતાના કોટાનો દારૂ બહાર ઊંચા ભાવે વેચે છે. અને આવી રીતે મેસઅધિકારીઓ ભારે કમાણી કમાય છે. અને જો તમે આ બધાની ફરિયાદ કરો તો તમારી બદલી કરવામાં આવે છે.

નોંધનીય છે કે નવરત્ન ચૌધરીએ આ વીડિયો 26મી જાન્યુઆરીના રોજ પોસ્ટ કર્યો હતો. જો કેટલાક સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તે પણ જાણવા મળ્યું છે કે નવરત્ન ચૌધરી કોઇ જવાન નથી પણ ક્લાર્ક છે. જો કે તેમ છતાં તેણે જે આરોપો લગાવ્યા છે તેની ગંભીરતાને જોતા સરકાર તરફથી તપાસના આદેશ અપાયા છે.

નોંધનીય છે કે બીએસએફ જવાનાના વીડિયો વાયરલ થયા પછી બીએસએફ આ અંગે કડક નિયમો બનાવી તમામ જવાનોને આવી રીતે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી છે. તે બાદ પણ આવા વીડિયો બહાર આવી રહ્યા છે. જો કે આ અંગે પૂછતા સત્તાવાર પણ અધિકારીઓ પણ કંઇ બોલવા તૈયાર નથી.પણ ગુજરાતમાં રહેતા અનેક લોકો તે વાત પણ જાણે છે કે બંધ બારણે દારૂના આવા અનેક વેપાર ગુજરાત જેવા દારૂબંધીના રાજ્યમાં દારૂ વેચવાનો માર્ગ શોધી લેતા હોય છે. ત્યારે વીડિયોમાં નવરત્ન ચૌધરીએ શું કહ્યું છે જાણો અહીં....

English summary
Video : After Tej bahadur Gandhidham BSF Jawan video went viral.Now government gave order on this probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X