For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ગુજરાત પોલીસના SI નો 'તમંચે પે ડિસ્કો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 27 ડિસેમ્બર: ગુજરાત પોલીસના એક જૂનિયર અધિકારી એક લેડી ડાંસર નોટો ઉડાવતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ પોલીસવાળો

પહેલાં તો ડાંસર પર નોટો ફેંકી રહ્યો છે, પછી તેને નોટો પકડાવી રહ્યો છે અને અંતે તેની સાથે ઠુમકા પણ લગાવી રહ્યો છે. આ વીડિયો શેર થતાંની સાથે વિવાદ પણ શરૂ થઇ ગયો છે.

જાણકારી અનુસાર વીડિયોમાં જોવા મળી રહેલો પોલીસકર્મીનું નામ ડીસી સોલંકી છે અને સૂરતમાં સબ ઇંસ્પેક્ટર છે. જાણકારી અનુસાર ગુજરાત પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દિધી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિડિયોમાં આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં વિશ્વકર્મા પૂજનના અવસરનો છે. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં નાચી રહેલી મહિલા એક બાર ડાંસર છે.

થોડા સમય પહેલાં યૂપી પોલીસના એક સિપાહીનો પણ એક વિવાદિત વીડિયો સામે આવ્યો હતો. યૂપીના શાહજહાંપુરમાં દારૂના નશામાં પોલીસવાળાએ એક ડાંસરને ગનપોઇંટ પર નાચવા માટે મજબૂર કરી હતી. આ વીડિયોને પણ વોટ્સ એપ પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.

પોલીસ ઇંસ્પેક્ટર જેએમ બચોલનું કહેવું છે કે આરોપી સબ ઇંસ્પેક્ટર 19 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા પૂજન પર તૈનાત હતો. ત્યાં બાર ગર્લની સાથે ડાંસ કરવા લાગ્યો.

English summary
A sub-inspector of Surat police has been caught dancing with a bar girl while being on duty during an event, prompting the department to initiate action against him after a video of his act went viral 2 days ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X