For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે પાણીની ટાંકી થઇ ધારાશાયી

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નવા ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે, જે માટે કોન્ટ્રાક્ટરે પાણીની હંગામી ટાંકી લોખંડના મોટા ગડરો પર ઊભી કરી હતી.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ભરૂચના ગોલ્ડન બ્રીજની બાજુમાં નર્મદા નદી પર સમાંતર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. તેની સાથે ગોલ્ડન બ્રીજથી કોલેજ રોડ સુધીના નવા ફ્લાય ઓવર બ્રીજનું કામ પણ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટરે લોખંડના મોટા ગડરો ઉપર લોખંડની હંગામી પાણીની ટાંકી બેસાડી હતી. ટ્રક રિવર્સ લેવા જતાં તેની ટ્રક પાણીની ટાંકીના ગડર સાથે અથાડાઇ હતી. ગડર પર મુકાયેલી 500 કિલોથી વધુ વજન ધરાવતી પાણીની ટાંકી ધરાશાયી થઇ ગઇ હતી અને તે જઇને અંકલેશ્વર તરફ જતી કાર પર ધડાકાભેર પડી હતી. જો કે, ટાંકી કારની પાછળના ભાગે પડતાં કોઇ જાનહાની નથી થઇ.

bharuch

કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પાણીની લોખંડની ટાંકીને હટાવીને રોડ ખુલ્લો કરાયો હતો. આ ઘટના બાદ ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો.

bharuch

{promotion-urls}

English summary
Bharuch: During the construction work of a fly over bridge, water tank fell down near Golden Bridge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X