For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે સૌની યોજના? ગુજરાતને તેનાથી શું ફાયદો થશે વાંચો.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે આજે સૌની યોજનાનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે શું છે આ સૌની યોજના અને તેનાથી ગુજરાતની પાણીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ આવી શકે છે તે વિષે વિગતવાર જાણો નીચેના આ આર્ટીકલમાં...

મોદી ધ્રોલમાં પણ ધ્રોલમાં છે ભારે વરસાદ, વધુ વાંચો અહીંમોદી ધ્રોલમાં પણ ધ્રોલમાં છે ભારે વરસાદ, વધુ વાંચો અહીં

ઉત્તર ગુજરાત માટે
ગુજરાતના ભૂતર્પૂવ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારો માટે અલગ-અલગ યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ યોજનાને તથા સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

sauni yojana

સૌની યોજના
સૌની યોજના એટલે કે સૌરાષ્ટ્ર-નર્મદા સિંચાઈ યોજનાની વર્ષ 2012માં જાહેરાત કરાઈ હતી. જેનું ખાતમુહૂર્ત પણ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના ધ્રોલમાં આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોદીનો "Pet Project"
અનેક રીતે સૌની યોજના નરેન્દ્ર મોદીનો "Pet" પ્રોજેક્ટ" એટલે કે મોદીના ખાસ દૂરદેશી સપનાઓમાંથી એક છે. જેને આજે સાકાર કરવામાં આવ્યો છે.

મોદીના કાર્યક્રમ પહેલા જ પાટીદારોને કરાયા નજર કેદમોદીના કાર્યક્રમ પહેલા જ પાટીદારોને કરાયા નજર કેદ

શું લાભ મળશે ગુજરાતને?
નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા માટે આ યોજના બનાવવામાં આવી હતી. જેની સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યાને ઓછી કરી શકાય. આ માટે કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઇ ની ચાર પાઇપ લાઇનને લીન્ક ધ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૧૧૫ જળાશયો સુધી પહોંચાડવામાં આવશે.

sauni yojana

વિજય રૂપાણીની જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રના તમામ 115 જળાશયોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આશરે 4૦ હજાર એમસીએફ જેટલો પાણીનો જથ્થો જળાશયોમાં ભરાશે.

કેટલો ખર્ચ થયો?
આ યોજનાને સાકાર કરવાનો ખર્ચ 12,100 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. જો કે આશા સેવાઇ રહી છે કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી સહિત કૃષિ ક્ષેત્રે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. સૌરાષ્ટ્રના તમામ 5000 ગામડાઓને આ સૌની યોજનાનો લાભ મળશે.

લિંક-1
લિન્ક 1માં મોરબીના મચ્છુ-2થી જામનગર જિલ્લાની સાની સુધીની લિન્ક છે. અને આ વિસ્તારમાં પાણીનો જથ્થો પહોંચાડવામાં આવશે.

sauni yojana

લિંક 2 અને લિંક 3
લિન્ક-2માં સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવો-2 ડેમોથી અમરેલીના રાયડી ડેમ સુધી, લિન્ક-3માં સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમથી રાજકોટના વેણ-1 સુધી પાણીનો જથ્થો પહોંચાડવામાં આવશે.

લિંક 4
લિન્ક-4માં સુરેન્દ્રનગરના લીંબડી ભોગાવો-2 ડેમથી જૂનાગઢના હીરણ-2 સિંચાઈ યોજના સુધીની લિન્કનો સમાવેશ થાય છે. જ્યાં પાણીના જથ્થાને પહોંચાડાશે.

English summary
what is sauni yojana? And how its benefit Gujarat water crisis know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X