For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તીસ્તાને ગુજરાત હાઇકોર્ટનો ઝટકો, થઇ શકે છે ધરપકડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 ફેબ્રુઆરી: હવે અમદાવાદની પોલીસ તીસ્તા શેતલવાડની ધરપકડ કરીને તેને જેલના સળીયા પાછળ ધકેલી શકે છે. કારણ કે તીસ્તા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલા આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. અત્રે નોંધનીય છે ગોંધરા કાંડ બાદ લઘુમતીઓને મદદ કરવાના બહાને દાનમાં મળેલી લાખોની રકમ તીસ્તાએ ઉચાપત કરી હોવાનો આરોપ છે.

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીધ જેબી પારડીવાલાની ખંડપીઠે 30 જાન્યુઆરીના રોજ આપેલો પોતાનો ચૂકાદો મોકૂફ રાખ્યો હતો, જેની આજે સુનાવણી દરમિયાન પોતાનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો, જેમાં તીસ્તા અને તેમના સાથીદારો તરફથી દાખલ કરવામાં આવેલા આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા છે.

gujarat
હાઇકોર્ટનો ચૂકાદો નહીં આવવાના કારણે તીસ્તા અને તેના સાથીઓની ધરપકડ કરવા માટે પોલીસના હાથ બંધાયેલા હતા. પરંતુ હવે હાઇકોર્ટના ચૂકાદા બાદ પોલીસ તીસ્તા અને તેના સાથીદારોની ગમેત્યારે ધરપકડ કરી શકે છે.

શું હતો આખો મામલો
સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ, જાકિયા ઝાફરીના પુત્ર તનવીર ઝાફરી તથા બે અન્ય પર ગોધરાકાંડ બાદ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવા માટે એકઠા કરવામાં આવેલા 1.51 કરોડ રૂપિયાની રકમ ચાઉં કરી જવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ભારતીય આઇપીસી કલમ 120 (બી), 406 અને 420 હેઠળ અને આઇટી કલમ 72(એ) હેઠળ તીસ્તા, આનંદ, તનવીર તથા અન્ય બે વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસ ગુલબર્ગ સોસાયટીને એક સંગ્રહાલયમાં ફેરવવા માટે દાનના રૂપમાં એકઠા કરેલા 1.51 કરોડ રૂપિયાની રાશિ ચાઉં કરી જવાના આરોપ બદલ દાખલ કરવામાં આવ્યો હતો.

teesta
ગુલબર્ગ સોસાયટીના રહેવાસી પાસેથી આરટીઆઇ દ્વારા મળેલી માહિતી અનુસાર રમખાણ પીડિતોને આર્થિક મદદ પુરી પાડવા, નવા મકાનોના પુનર્નિર્માણ અને ગુલબર્ગ સોસાયટીને સંગ્રહાલય બનાવવા માટે દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. એક એકાઉન્ટમાં 63 લાખ અને બીજા ટ્રસ્ટના બીજા એકાઉન્ટમાં 88 લાખ જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ તે પૈસા લોકોને આપવામાં આવ્યા નથી.

રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ રકમ વર્ષ 2007 થી 2012 વચ્ચે વિદેશમાંથી એકઠી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ગુલબર્ગ સોસાયટીને સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે. જોકે આ રકમ તીસ્તાની પાસે ફિક્સ ડિપોઝિટ તરીકે પડી હતી. જોકે તીસ્તાએ આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે આ મુદ્દાને રાજકીય રંગ આપીને તેને ફસાવવામાં આવી રહી છે.

English summary
The police are now free to arrest social activist Teesta Setalwad in a funds emblezzlement case after the Gujarat High Court rejected her plea for anticipatory bail. An anticipatory bail petition is filed by a person who fears arrest by the police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X